સિંગવડ તાલુકામાં આવેલા ઐતિહાસિક ભમરેચીના મંદિરે નોમના દિવસે હવન કરવામાં આવ્યું

Editor Dahod Live
2 Min Read

 કલ્પેશ શાહ :- સીંગવડ 

સીંગવડ તા.25

સિંગવડ તાલુકામાં ભમરેચીના મંદિરે નોમના દિવસે હવન કરવામાં આવ્યું

સીંગવડ તાલુકાના કબૂતરી નદીના કિનારે આવેલા પૌરાણિક માં ભમરેચીના મંદિરે નવરાત્રીના નવ દિવસના પૂજાપાઠ પછી નોમના દિવસ હવન કરવામાં આવ્યું હતું.તથા નવરાત્રાના પહેલા દિવસ થી ભમરેચી માતાના મંદિરે જવારા ઉગાડવામાં આવતા હોય તે જવારા રાજાઓના સ્ટેટ વખતથી પરંપરા ચાલતી આવતી હતી.કે તે જવારા માં ભમરેચીના મંદિરમાં ઉગાડવામાં આવતા હતા.અને તે જવારા માતાના મંદિરેથી બારીયાના રાજા મહેલમાં લઈ જવામાં આવે છે.ત્યાર પછી ત્યાં ના જવારા ઉઠાવવામાં આવતા હોય ત્યાર પછી આ જવારા ને ત્યાં નદીમાં પધરાવવામાં આવતા હોય આ બારીયાના રાજા રજવાડા વખતથી ચાલતું આવતું એક પરંપરા છે.તે અત્યારે પણ ચાલે છે.અને જે પણ આ જવારા લઈને જતા હતા.તેમને ત્યાંના રાજાના મહેલમાંથી નવા કપડાં તથા પાઘડી પહેરવામાં આવતા હતા.આ વર્ષોથી ચાલતી પરંપરા છે. ત્યાર પછી નવરાત્રિના નવ દિવસ સુધી ભમરેચી માતાના મંદિરે પુજારી દ્વારા સવાર-સાંજ આરતી પૂજા કરવામાં આવતી હોય છે.તથા ભકતો દ્વારા પણ માં ભમરેચીના નવદિવસ સુધી દર્શન કરવા જાય છે.નોમના દિવસે હવન થતું હોય છે.આ હવન કરીને પૂર્ણાહુતિ થાય છે.આ ભમરેચી માતા નું મંદિર એક સાક્ષાત છે જે તેની સાચા મનથી આરાધના કરે છે તેમની મનોકામના પૂર્ણ થાય છે અને માં ભમરેચીના દર્શન કરવા ઘણા દૂર દૂરથી લોકો આવતા હોય છે.જ્યારે ઘણા ને સંતાન ન હોવાથી તે ભમરેચી માતા ના મંદિરે આવીને બાધા લે છે.તેની પણ માં ભમરેચી મનોકામના પૂર્ણ કરે છે આવા તો ઘણા માં ભમરેચીના આશીર્વાદથી લોકોના કામો પૂર્ણ થતા હોય છે આને લીધે આજુબાજુના લોકો માં પણ માં ભમરેચી પર અપાર વિશ્વાસ છે.

Share This Article