Friday, 18/10/2024
Dark Mode

સંતરામપુર નગરમાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી ખોરંભે પડી: વાહન ચાલકો સહિત રાહદારીઓ ભારે હાલાકી ભોગવવા મજબૂર બન્યા

સંતરામપુર નગરમાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી ખોરંભે પડી: વાહન ચાલકો સહિત રાહદારીઓ ભારે હાલાકી ભોગવવા મજબૂર બન્યા

ઇલ્યાસ શેખ :- સંતરામપુર 

સંતરામપુર નગરમાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી ખોરંભે પડી: વાહન ચાલકો સહિત રાહદારીઓ ભારે હાલાકી ભોગવવા મજબૂર બન્યા

સંતરામપુર તા.21

સંતરામપુર નગરમાં  ગુજરાત સરકાર દ્વારા ભૂગર્ભ ગટર યોજનાની યોજના બહાર પાડવામાં આવેલી હતી.જેમાં સંતરામપુર નગરમાં રૂપિયા ૧૭ કરોડ ખર્ચીને આ યોજના સંતરામપુર નગરમાં દરેક વિસ્તારોમાં પાકા રસ્તાઓ તોડીને ભૂગર્ભ ગટરની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી.પરંતુ સંતરામપુર ના દરેક વિસ્તારોમાં માત્ર ખાડા ખોદીને પાઈપ અને તેના ચેમ્બરો બનાવીને મૂકી રાખેલા છે.પાંચ પાંચ વરસથી હજુ સુધી કામગીરી પૂર્ણ કરવામાં આવેલ નથી.17 યોજના હોવા છતાંય સ્થાનિક રહીશોને ભૂગર્ભ ગટર યોજનાનો આજ દિન સુધી તેનો લાભ પણ ઉપયોગ કરી શકાય નહીં કેટલાક સ્થાનિક રહીશોએ સ્વમેળે ગટરની પાઈપ લાઈનમાં પાઈપલાઈન જોડીને શૌચાલયનું પાણી છોડી મૂકેલું છે.આના કારણે સંતરામપુર ના અલગ અલગ વિસ્તારોમાં આ ગટરો ઉભરાતા ચારે બાજુ ગંદુ પાણી ફરી વળ્યું છે. પણ આજદિન  સુધી આ સમસ્યાનું  નિરાકરણ આવ્યુ નથી.આખરે કરોડોની રૂપિયા ખર્ચ કરે યોજના સ્થાનિક રહીશો માટે ફારસરૂપ નીવડી હોવાનું જોવા મળ્યું છે

error: Content is protected !!