દાહોદના ગરબાડા રોડ ઉપર અજાણ્યા બાઈક ચાલક અને બોલેરો પીકઅપ વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત:બાઈક ચાલકનું મોત

Editor Dahod Live
1 Min Read

 દીપેશ દોશી :- દાહોદ 

દાહોદના ગરબાડા રોડ ઉપર અજાણ્યા બાઈક ચાલક અને બોલેરો પીકઅપ વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત બાઈક ચાલકનું ઘટના સ્થળે નીપજ્યું મોત

દાહોદ તા.21

દાહોદ અને ગરબાડા જવાના માર્ગ ઉપર ગરબાડા તરફ જતો અજાણ્યો બાઈક ચાલક અને દાહોદ તરફ આવતી બોલેરો પીકઅપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જોકે અકસ્માત એટલો ભયકંર હતોકે બોલેરો પીકઅપ એ બાઈક ચાલકને રોડ ઉપર કચડી નાખી ને રોડ ઉપર પલટો ખાઈ ગઈ હતી અને રોડ ઉપર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો ત્યારે અજાણ્યા બાઈક ચાલકનું ઘટના સ્થળે માથાના ભાગમાં ઈજાઓ પહોંચતા

અજાણ્યા બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું આ અકસ્માત થતાજ લોકોના ટોળે ટોળા જોવા મળ્યા હતા અને બોલેરો પીકઅપ ચાલકને પણ ઈજાઓ પહોંચતા બોલેરો ચાલક અકસ્માત કરી ફરાર થયો હતો અને આ ઘટનાની જાણ 108 ને કરાતા 108 પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી

અને તાલુકા પોલીસને જાણ કરાતા તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે આવી રોડ ઉપર પડેલી બોલરોને હટાવી ટ્રાફિક ખુલ્લો કરી બોલરોને સાઈટ ઉપર ખસેડી મરનાર અજાણ્યા બાઈક ચાલકની ઓળખાણ કરાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા અને તેની ડેડબોડીને સરકારી હોસ્પિટલ ખસેડી પીએમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરાઈ હતી અને ફરાર બોલેરો ચાલકનું પકડવાની તજવીજ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Share This Article