Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ તાલુકાના ખરોડમાં શિકારની શોધમાં આવેલો શિયાળ પાણી ભરેલા કુવામાં ખાબક્યો:ઓલ ઇન્ડિયા એનિમલ રેસ્ક્યુ તેમજ વનવિભાગની ટીમે સંયુક્તરીતે રેસ્ક્યુ કરી કુવામાંથી બહાર કાઢી જંગલમાં મુક્ત કર્યો

દાહોદ તાલુકાના ખરોડમાં શિકારની શોધમાં આવેલો શિયાળ પાણી ભરેલા કુવામાં ખાબક્યો:ઓલ ઇન્ડિયા એનિમલ રેસ્ક્યુ તેમજ વનવિભાગની ટીમે સંયુક્તરીતે રેસ્ક્યુ કરી કુવામાંથી બહાર કાઢી જંગલમાં મુક્ત કર્યો

દાહોદ તા.21

દાહોદ તાલુકાના ખરોડ ગામે એક શિયાળ છેલ્લા ત્રણ દિવસથી કૂવામાં પડી ગયું હતું આ શિયાળને ઓલ એનિમલ રેસ્ક્યુ ગ્રુપ દ્વારા વનવિભાગની મદદથી કૂવામાંથી બહાર કાઢી શિયાળનું મેડિકલ ચેકઅપ તેમજ ટ્રીટમેન્ટ આપી નજીકના જંગલમાં હેમખેમ છોડી મુકાયું હતું.

દાહોદ તાલુકાના ખરોડમાં શિકારની શોધમાં આવેલો શિયાળ પાણી ભરેલા કુવામાં ખાબક્યો:ઓલ ઇન્ડિયા એનિમલ રેસ્ક્યુ તેમજ વનવિભાગની ટીમે સંયુક્તરીતે રેસ્ક્યુ કરી કુવામાંથી બહાર કાઢી જંગલમાં મુક્ત કર્યોએક શિયાળ દાહોદ તાલુકાના ખરોડ ગામમાં આવેલ એક કૂવામાં અકસ્માતે પડી ગયું હતું. આ શિયાળ છેલ્લા ત્રણ દિવસથી કૂવાના પાણીમાં હોવાની જાણ ગ્રામજનોને થતા તેઓએ નજીકના ઓલ એનિમલ રેસ્ક્યુ ગ્રુપ નો સંપર્ક કર્યો હતો અને આ ગ્રુપના સદસ્યો સ્થળ પર આવી પહોંચ્યા હતા. આ બાદ આ ગ્રુપના સદસ્યો દ્વારા તરત જ નજીકના વનવિભાગને જાણ કરાતા વનવિભાગના કર્મચારીઓ પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા. ઓલ એનિમલ રેસ્ક્યુ ગ્રુપ તેમજ વન વિભાગની સંયુક્ત ટીમ દ્વારા કૂવામાં પડી ગયેલા શિયાળને હેમખેમ બહાર કાઢવામાં આવ્યું હતું અને મુવાલીયા વેટરનરી હોસ્પિટલ ખાતે આ શિયાળને લઈ જવામાં આવ્યું હતું ત્યાં શિયાળાનું મેડિકલ ચેકઅપ તેમજ તેને સારવાર આપી રામપુરા ફોરેસ્ટ રેન્જના જંગલમાં છોડી મૂકવામાં આવ્યું હતું.

error: Content is protected !!