સીંગવડ તાલુકાના સીંગવડ તાલુકાના પ્રાથમિક શાળાના પટાંગણમાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા બે શિક્ષકોનોં વિદાય સમારંભ યોજાયો

Editor Dahod Live
2 Min Read

 કલ્પેશ શાહ :- સીંગવડ

સિંગવડ તાલુકા તાલુકા પ્રાથમિક શાળામાં શિક્ષકોનો વિદાય સમારંભ યોજાયો

સીંગવડ તા.19

સીંગવડ તાલુકાના સીંગવડ તાલુકાના પ્રાથમિક શાળાના પટાંગણમાંમાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા ભરતભાઈ પ્રજાપતિ તથા કનુભાઇ બારીયાનો 31.10.2020 ના રોજ નિવૃત્તિ પૂરી થવાની હોય તેના અનુસંધાનમાં 19.10.2020 ના રોજ વિદાય સમારંભ યોજાયો હતો.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર લીમખેડા ધારાસભ્ય શૈલેશ ભાભોર સિંગવડ તાલુકા પંચાયત પ્રમુખ સી.કે કિશોરી તાલુકા વિકાસ અધિકારી મકવાણા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરવાડ શૈક્ષિક મહાસંઘ જિલ્લા પ્રમુખ બળવંત ડાંગર શિક્ષક સંઘના પ્રમુખ સુરતાન કટારા બીઆરસી કલ્પેશ બારીયા સી.આર.સી સ્ટાફ શિક્ષક સંઘના હોદ્દેદારો તથા આચાર્યો શિક્ષકો સ્ટાફ વગેરે આ પ્રોગ્રામ માં હાજર રહ્યા હતા ભરત પ્રજાપતિ દ્વારા જે શાળામાં નિવૃત્ત થયા તે શાળામાં જ બેઉ શિક્ષકો ભણ્યા અને સાથે નોકરી કરીને સાથે નિવૃત્ત થયા તેમને ભણવાથી લઈને નિવૃત થયા ત્યાં સુધી સાથે રહ્યા તથા તેમને તેમના ગુરુજીને પણ યાદ કર્યા ત્યાર પછી દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા ભરતભાઈ પ્રજાપતિ તથા કનુભાઇ બારીયા ને ફૂલહાર કરીને સાલ ઓઢાડવામાં આવી તેમને પણ ભરતભાઈ પ્રજાપતિ ને યાદ કરવામાં આવ્યું કે તે પણસિંગવડ પ્રાથમિક શાળામા સાથે ભણ્યા હતા.તેમને પણ તેમના ગુરુજી ને યાદ કર્યા હતા.તથા જ્યારે કનુભાઇ બારીયા પણ આ સ્કૂલમાં ભણીને આ સ્કૂલમાં જ શિક્ષક તરીકેની સેવા આપી તે બદલ શિક્ષકોનો આભાર માન્યો તથા જરૂર પડે તો શિક્ષકોને સેવા આપવા માટે કહેવામાં આવ્યું જશવંતસિંહ ભાભોર દ્વારા બધા શિક્ષકોને સારી રીતે છોકરાઓને ભણાવીને ઉમદા કાર્ય કરવા પ્રેરણા આપવા કહ્યું ત્યાર પછી ધારાસભ્ય શૈલેશ ભાભોર દ્વારા પણ નિવૃત્ત શિક્ષકોને ફુલહાર કરી સાલ ઓઢાડવામાં આવી ત્યાર પછી નિવૃત્ત થનાર શિક્ષકો દ્વારા પ્રાથમિક શાળા સીંગવડ ને પાણી વોટર કુલર ભેટ આપવામાં આવ્યું.તથા દરેક પે.સેન્ટર પ્રાથમિક શાળાને એક દિવાલ ઘડિયાળ ભેટ આપવામાં આવી ત્યાર પછી દરેક શિક્ષક ગણ તથા ગામના નાગરિકો દ્વારા વિદાય થયેલા શિક્ષકોને નારિયળ સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું તથા નિવૃત્ત થતા શિક્ષકો દ્વારા ભોજન પ્રસાદનો પણ વ્યવસ્થા કરવામાં આવી હતી સિંગવડ તાલુકા પ્રાથમિક શાળા માં વિદાય સમારંભ યોજાયો

Share This Article