સિંગવડ તાલુકાના મંડેર તથા સાકરીયા ગામે કોરોના સામેની જનજાગૃતિ અભિયાન યોજાયો

Editor Dahod Live
2 Min Read

  કલ્પેશ શાહ :- સીંગવડ 

સીંગવડ તા.14

સિંગવડ તાલુકાના મંડેર તથા સાકરીયા ગામે કોરોના સામેની જન જાગૃતિ અભિયાન યોજવામાં આવ્યો હતો.

સીંગવડ તાલુકાના મંડેર ગ્રામ પંચાયત ખાતે કોરોનાવાયરસ ના સામે જનજાગૃતિ અભિયાન અંતર્ગત સિંગવડ તાલુકા વિકાસ અધિકારી મકવાણા તથા તાલુકા વિસ્તરણ અધિકારી આર.ડી.પટેલ આરોગ્ય ખાતાના અધિકારી તથા મંડેર ગામના સરપંચ તલાટી તથા ગ્રામજનો ભેગા કરીને કોરોના વિશેની તાલુકા વિકાસ અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી હતી.તથા તેમને મંડેર ગામના આગેવાનો તથા ગામના વડીલો ને ભેગા કરીને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને માહિતી આપવામાં આવી હતી.તથા આગેવાનોને તેમના ફળિયામાં જઈને એક એક લોકોને કોરોના વિશે ની માહિતી પહોચાડવા માટે તાલુકા વિકાસ અધિકારી દ્વારા ભારપૂર્વક કહેવામાં આવ્યું હતું ત્યાર પછી સાકરીયા ગ્રામ પંચાયતમાં પણ તાલુકા વિકાસ અધિકારી મકવાણા સાકરીયા ગામ લોકોને ભેગા કરીને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને તથા સાકરિયા ગામમાં પણ કોરોના વિશે માહિતગાર કરીને ટેમ્પરેચર માપવામાં આવ્યું હતું.ત્યાં પણ આગેવાનો દ્વારા તેમના ફળિયામાં જઈને લોકોને કોરોના વિશેની માહિતી આપવા માટે જોર મૂકવામાં આવ્યું હતું.તથા તાલુકા વિકાસ અધિકારી દ્વારા જન જાગૃતિ અભિયાન માં દરરોજ બે ગામની મુલાકાત લઈને ગામના લોકોને કોરોના વિશેની માહિતી આપીને જાગૃત કરવામાં આવતા હોય છે.તથા દરેક ગામડામાં રીક્ષા તથા મોટરસાયકલ દ્વારા કોરોના વિશેની માહિતી આપી ને ફળીયે ફળિયે જઈને જનજાગૃતિ અભિયાનને વેગ પકડવામાં આવ્યું છે તાલુકા વિકાસ અધિકારી તથા આરોગ્ય ખાતા દ્વારા સિંગવડ તાલુકામાં કોરોના વિશે માહિતગાર કરવામાં આવે છે.તથા તાલુકા વિકાસ અધિકારી દ્વારા કોરોના સામે સુરક્ષિત રહેવા માટે ના પગલાં ભરીને એક પ્રશંસનીય કામગીરી કરી છે આના લીધે તાલુકામાં કોરોના કેસો વધી શક્યા નથી.

Share This Article