ફતેપુરાના તળાવ ફળિયામાં રહેતા 20 વર્ષીય સુનિલભાઈ મહેશભાઈ નાયકને ધાબા પર કામ અર્થે ચડ્યા હતા.ત્યારે ધાબા પરથી પસાર થઈ રહેલા હેવી લાઈનના વાયર સાથે અચાનક હાથ અડી જતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજયુ હતું.
મકાનના ઉપરથી પસાર થતી 11 કેવીની લાઈન
ફતેપુરા તાલુકામાં ધંધાર્થે આવેલા યુ.પીના કાનપુર જિલ્લાના બલીયાપુર ગામના રહેવાથી સુનિલભાઈ મહેશભાઈ નાયક ઉંમર વીસ વર્ષીય કે જેઓ ફતેપુરામાં બાલ લે-વેચનો ધંધો કરતા હતા.ત્યારે આજે રવિવારનો સમય હતો.અને રજાના દિવસ હતો.ત્યારે તે પોતાના ભાડાના મકાનમાં રહેતા હતા કે મકાનના ધાબા પરથી હેવી વીજ વાયરની લાઈન જતી હતી.ક્યારે તેમને ધાબા પર કંઈક કામ અર્થે ગયા હતા.તે સમયે ધાબા પરથી પસાર થતી 11કે.વી હેવી લાઇનને અચાનક હાથ અડી જતાં કમકમાટીભર્યુ મોત થતા. આજુબાજુના તેમના વિસ્તારના લોકો દોડી આવતા તાત્કાલિક ફતેપુરાની સરકારી દવાખાનામાં 108 મારફતે લઇ જવામાં આવ્યા હતા.ત્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો.તેમના પરિવારમાં માતમ છવાઇ ગયો હતો 11 કે.વી નીચે મકાન કેવી રીતે બન્યું કોને બનાવ્યું? અને કોને મંજૂરી આપી? હેવી લાઇન નીચે મકાન બનાવ્યું તો તેને સેફટી માટે કેમ કોઈ આયોજન ન કર્યું તો આ મકાન બનાવવા માટે મંજૂરી કોણે આપી? એવા અનેક મુદ્દાઓ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે સમાચાર લખાય ત્યારે હાલ પોલીસે ઘટના સબંધી સીઆરપીસી મુજબ કાગળિયા કરવાની તજવીજ હાથ ધરી હોવાનુ હોવાનું જાણવા મળેલ છે.