હાલ કોરોના મહામારી ના કારણે વી.સી.ઈ દ્વારા ખેડૂતોના ઘસારા ના કારણે મગફળી રજીસ્ટ્રેશન અને ૩૭,૦૦ કરોડ સહાય પેકેજની એન્ટ્રી કરતા વી.સી.ઈ કોરોના ગ્રસ્ત થવાની સંભાવના છે.તથા અગાઉ પીએમ કિસાન કૃષિ સહાય જન્મ-મરણ રીએન્ટ્રી કરેલ હોય બે વર્ષ જેટલો સમય થયો તેમ છતાં હજુ સુધી ચુકવણું કરવામાં આવેલું નથી તથા છેલ્લા ૧૪ વરસથી કમિશન પર કામ કરતા હોય કમિશન વધવાને બદલે ઘટી ગયું છે અને મોંઘવારીના સમયમાં કમિશન પર કામ કરવું પોસાય તેમ ના હોય અને પગાર આપવામાં આવતો ન હોય તો એની હાલત દયનીય છે 14 માં નાણાપંચમા ઈ-ગ્રામ માટે વીસીઈ ના પગાર બાબતે દસ ટકા ગ્રાન્ટનો પરિપત્ર હોવા છતાં આજદિન સુધી ચૂકવેલ નથી.તો અમને વીમા કવચનો લાભ આપવો કમિશન પ્રથા બંધ કરી પગારધોરણ નક્કી કરવું અગાઉ પીએમ કિસાન કૃષિ સહાય જન્મ-મરણ ,ઇ એલ ઓલ, ઈપીક – ઇલેક્શન વિલેજ ઓડીએફ શોચાલય ટેકિંગ વિ, એન્ટ્રી નું ચુકવણું તાત્કાલિક કરવા કરવું તારીખ 24.9.2020 ના રોજ માન્ય મુખ્યમંત્રીશ્રીને તેમજ વિકાસ કમિશનરશ્રી ને આ બાબતે વી.સી.ઈ રાજ્ય મંડળ દ્વારા જાણ કરવામાં આવેલી છે એવું જણાવવામાં આવ્યું હતું