Thursday, 21/11/2024
Dark Mode

ગરબાડાના ભરસાડામાં બકરાંનો શિકાર કરવા આવેલા મહાકાય અજગરને પ્રકૃતિપ્રેમી-વનવિભાગની ટીમે ઝડપી પાડ્યો:બકરાનું મોત,મહાકાય અજગરને વાંસીયાડુંગરી રેંજના જંગલોમાં છોડી મુકવાની તજવીજ હાથ ધરાઈ

ગરબાડાના ભરસાડામાં બકરાંનો શિકાર કરવા આવેલા મહાકાય અજગરને પ્રકૃતિપ્રેમી-વનવિભાગની ટીમે ઝડપી પાડ્યો:બકરાનું મોત,મહાકાય અજગરને વાંસીયાડુંગરી રેંજના જંગલોમાં છોડી મુકવાની તજવીજ હાથ ધરાઈ

   વિપુલ જોષી :- ગરબાડા 

ગરબાડાના ભરસડાથી મહાકાય અજગર પકડાયો.બકરાનો શિકાર કરવા આવેલો અજગર પકડાયો:બકરાનું મોત નિપજયું:વનવિભાગ તેમજ પ્રકૃતિપ્રેમીઓએ અજગરને પકડી દે.બારીયાના વાંસીયા ડુંગરી રેન્જના જંગલમાં છોડી મુકવાની તજવીજ હાથ ધરાઈ

ગરબાડા તા.27

   ગરબાડા તાલુકાના ભરસડા ગામના ઝેલાફળિયામાં બપોરના સમયે ખેતરમાં બકરાને એક મહાકાય અજગરને પકડી લેતાં બકરાની ચીસો સાંભળી આજુબાજુના લોકો દોડી આવતા.લોકો અજગરને જોઈ ચોંકી ઉઠ્યા હતા.  ભરસડા સરપંચને જાણ કરતાં સરપંચએ ગાંગરડી ગામના પ્રકૃતિપ્રેમી કાળુભાઈ ડામોર ને જાણ કરી.તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી 11 ફૂટ ની લંબાઈના મહાકાય અજગરને પકડી લીધો હતો.અને ગરબાડા વનવિભાગને જાણ કરતાં બીટગાર્ડ ભાવિક ભાઈ પરમાર અને સ્ટાફના માણસોએ અજગરને વાસિયા.ડુંગરી ના જંગલમાં છોડી મૂકવાનું જણાવ્યું હતું.

error: Content is protected !!