ફતેપુરા: મામલતદાર તેમજ તાલુકા પંચાયત કચેરીમાં આવતા અરજદારોને ધનવંતરી આરોગ્ય રથ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું

Editor Dahod Live
1 Min Read

 

Contents

  શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ધનવંતરી આરોગ્ય રથ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું,ફતેપુરા કચેરી મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરીમાં આવતા અરજદારોને આયુર્વેદિક ઉકાળવાનું વિતરણ કરવામાં આવ્યું

ફતેપુરા તા.23

ફતેપુરા તાલુકામાં કોરોના વાયરસ સંક્રમણના કેસોમાં વધારો ના થાય તેમજ કોરોના વાયરસ સંક્રમણ ના કેસો નોંધાઇ નહીં તે માટે વહીવટી તંત્ર તેમજ આરોગ્યતંત્ર દ્વારા રાત દિવસ મહેનત કરી લોકોના આરોગ્યની કાળજી રાખી રહ્યા છે.

આજરોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરીમાં તેમજ તાલુકા પંચાયત કચેરીમાં તાલુકામાંથી આવતા અરજદારોની આરોગ્યની કાળજી રાખી ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા માઇક દ્વારા કોરોનાવાયરસ સંક્રમણને અટકાવવા માટેની કાળજી રાખવા માટેની માહિતી આપી તાલુકા મથકે વિવિધ કામ કાજ માટે આવતા અરજદારોને આયુર્વેદિક ઉકાળો નો વિતરણ કરવામાં આવ્યું હતું

Share This Article