Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ:નમકમાં આયોડીનનું પ્રમાણ પૃથ્થકરણમાં ઓછું આવતા દાહોદના વેપારી સહીત ત્રણને 65 હજાર નો દંડ કરાયો

દાહોદ:નમકમાં આયોડીનનું પ્રમાણ પૃથ્થકરણમાં ઓછું આવતા દાહોદના વેપારી સહીત ત્રણને 65 હજાર નો દંડ કરાયો

   જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૨૧

દાહોદ જિલ્લા ફુટ સેફ્ટી વિભાગ દ્વારા તારીખ ૩૧ જાન્યુઆરીના રોજ દાહોદ શહેરમાં એક મીઠા (નમક)ના વેપારી પાસેથી નમકનો નમુનો લઈ પૃથ્થકરણ કરાવવા સારૂ મોકલી આવ્યો હતો. ફુડ એનાલીસ્ટ દ્વારા આ નમક (મીઠું)ના નમુનાને સબ સબસ્ટાન્ડર્ડ જાહેર કર્યાે હતો એટલે કે, આ નમકનમાં આયોડીયનનું પ્રમાણે ડેટલું હોવનું જાેઈએ તેના કરતાં ઓછુ જાહેર થતાં ત્રણ વેપારીઓ પાસેથી મદદનીશ કમિશ્નરની કચેરી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, કલેક્ટર કચેરી, ભવન છાપરીની કોર્ટે દાહોદના વેપારી તથા સુરેન્દ્ર નગરની ઉત્પાદક પેઢી તથા પેઢીના નોમીની મળી ૩ વેપારીઓ પાસેથી કુલ ૬૫,૦૦૦ નો દંડ વસુલ કરવાનો હુકમ કરતાં ચકચાર મચી જવા પામ્યો છે.

તારીખ ૩૧.૦૧.૨૦૨૦ ના રોજ ફુડ સેફ્ટી ઓફીસર, દાહોદના એ.પી.ખરાડી તથા તેમની ટીમ દ્વારા દાહોદ શહેરમાં સરદાર ચોક,પડાવ ખાતે વલ્લભ કોમ્પલેક્ષમાં નમક (મીઠા)નો વેપાર કરતાં શબ્બીર ફખરૂદ્દીન નાલાવાલાની મે ફખરી સોલ્ટને ત્યા ઓચિંતી તપાસ માટે પહોંચી હતી જ્યાંથી આયોકુક આયોડાઈઝડ સોલ્ટનો ૧ કિલોગ્રામના નમકનું પેકીંગ નમુનો પૃથ્થકરણ કરાવવા માટે ફુડ એનાલીસ્ટ, ભુજને મોકલી આપ્યું હતુ. આ નમુનો સબસ્ટાન્ડર્ડ ફુડ જાહેર ફુડ એનાલીસ્ટ,, ભુજ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતુ જેમાં ફુડ પ્રોડક્ટ્‌સ સ્ટાન્ડર્ડ એન્ડ ફુડ એડીટીવ્સના નિયમ મુજબ આયોડીન કન્ટેન્ટ મીનીમમ ૧૫ પી.પી.એમ. હોવું જાેઈ જે સ્ટાન્ડર્ડ કરતાં ઓછુ હોવાથી કુલ ૩(૧)(ઝેડએક્સ) મુજબ સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યું હતુ. આ સમગ્ર મામલે મદદનીશ કમિશ્નરની કચેરી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, કલેક્ટર કચેરી, ભવન છાપરી દાહોદની કોર્ટ દ્વારા એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર દ્વારા દાહોદના મે.ફખરી સોલ્ટના શબ્બીર ફખરૂદ્દીન નાલાવાલાને રૂા.૭૫૦૦, સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી દરબારી ચોકના યોગેન્દ્ર કેમીકલ (ઉત્પાદક પેઢી)ને રૂા.૭૫૦૦ તથા ઠક્કર બાબુલાલ નાથાલાલ (ઉત્પાદક પેઢીના નોમીની) યોગેન્દ્ર કેમીકલ (ઉત્પાદક,પેઢી)સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી દરબારી ચોકને રૂા.૫૦,૦૦૦ એમ કુલ ૬૫,૦૦૦ નો દંડ વસુલાતનો હુકમ કરવામાં આવ્યો હતો.

error: Content is protected !!