Thursday, 21/11/2024
Dark Mode

સિંગવડ તાલુકામાં છ મહિનાથી મામલતદારની જગ્યા ખાલી પડતા કચેરીની કામગીરી અટવાઈ:અરજદારો સહીત પંથકવાસીઓ ધરમધક્કા ખાવા મજબુર બન્યા

September 21, 2020
સિંગવડ તાલુકામાં છ મહિનાથી મામલતદારની  જગ્યા ખાલી પડતા કચેરીની કામગીરી અટવાઈ:અરજદારો સહીત પંથકવાસીઓ ધરમધક્કા ખાવા મજબુર બન્યા

સિંગવડ તાલુકામાં પાંચથી છ મહિનાથી મામલતદારશ્રી ની જગ્યા ખાલી હોવાથી લોકોને પડતી હાલાકી

સીંગવડ તા.

સિંગવડ તાલુકામાં મામલતદાર કચેરીમાં પાંચથી છ ૫ થી ૬ મહિનાથી મામલતદારશ્રીની જગ્યા ખાલી હોવાના કારણે ગામડાના લોકોને તકલીફ નો સામનો કરવો પડતો હોય છે.મામલતદાર ઓફિસમાં મામલતદાર પાંચથી છ મહિનાની જગ્યા ખાલી હોવાના કારણે સંજેલી તાલુકાના મામલતદારશ્રીને ચાર્જ આપવામાં આવ્યો હોવાથી તે મામલતદાર શ્રી અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ આવતા હોય છે.અને તેના વચ્ચે કોઈ પણ લોકોને કામ હોય કે પછી મામલતદાર ઓફીસમાંથી કોઈપણ કાગળમાં સહી કરવામાં આવે તો તે કાગળ લઈને છેક સંજેલી સુધી અહીંયાતી સ્ટાફને લાંબુ થવું પડતું હોય છે.જ્યારે લોકોને જે કામ તાત્કાલિક કરવાના હોય છે તે મામલતદાર શ્રીની સહી ના કારણે બે કે ત્રણ દિવસ સુધી ઠલવાતા ઘણા કામો રહી જતા હોય છે.જો કોઈ ને મામલતદારની ઈમરજન્સી જરૂર પડે તો તેને તાત્કાલિક કા સંજેલી જવું પડે કે પછી એક-બે દિવસ સુધી વારો આવે અને સીંગવડ તાલુકો નવો બન્યો હોવાથી અને કોરોનાવાયરસ મહામારી બીમારી ચાલતી હોવાના કારણે ગામડાની પ્રજાના ફટાફટ કામ થાય અને ધક્કા ખાવાનો વારો નહીં આવે તેના માટે સીંગવડ તાલુકાના સ્થાનિક નેતાઓ દ્વારા મામલતદારની જગ્યાઓ પુરવામાં આવે તથા આ ગામડાની પ્રજાને ધક્કા ખાવાનો વારો નહીં આવે અને તેમના કામો ફટાફટ થાય તથા સરકારશ્રીમાંથી ઘણી નવી નવી સ્કીમો આવતી હોય છે તો તે ટૂંક સમય માટે હોય છે. તો સિંગવડ તાલુકા ની ગામડાની પ્રજાને તેનો લાભ ફટાફટ મળી રહે તથા તેમના કામો ફટાફટ થાય તેવી સિંગવડ તાલુકા ના લોકોની માંગ છે કે મામલતદારની જગ્યા વહેલી ભરાય અને લોકોને તેમના કામો માટે રાહ નહીં દેખવી પડે તથા અન્ય કામો માટે પણ રાહ દેખવી નહીં પડે તેના માટે આના લાગતા વળગતા અધિકારીઓ તથા સ્થાનિક નેતાઓ દ્વારા મામલતદારશ્રી તાત્કાલિક જગ્યા ભરાય તેવી ગામડાના લોકોની માંગ છે.

error: Content is protected !!