ગરબાડા તાલુકાના ભે ગામના ભાભોર ફળિયાના બે પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાઈ જીવતર ટુંકાવવાનો પ્રયાસ કરતાં તે બંન્નેને દાહોદની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતાં જ્યા સારવાર દરમ્યાન પ્રેમીનું મોત નિપજ્યાનું જ્યારે પ્રેમીકા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
મળતી પ્રાપ્ત વિગતો અનુસાર, ગરબાડા તાલુકાના ભે ગામે ભાભોર ફળિયામાં રહેતા પંકજભાઈને તેનાજ ફળિયામાં રહેતી અને ઉંમરમાં તેના કરતાં બે વર્ષ મોટી એટલે કે, ૨૦ વર્ષીય એક યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. બંન્ને એકબીજાના પ્રેમમાં ગળાડુબ હતા પરંતુ તેઓ તે પણ જાણતા હતા કે, તેઓનો આ પ્રેમ સંબંધ સમાજમાં ચાલે તેમ નથી અને બંન્ને એકબીજાથી વિખુટા પડે તેમ હોવાથી મનમાં લાગી આવતા સાથ જીયેંગે સાથ મરેંગેના કોલ સાથે બંન્ને જણાએ પ્રેમી પંકજભાઈના ઘરમાં ગતરેજ સવારના અગીયારેક વાગ્યાના સમયે ગળે ફાંસો ખાઈ લેતા જેની તેઓના પરિવારજનોને ખબર પડતાં બંન્નેને તરત જ સારવાર અર્થે ૧૦૮ મારફતે દાહોદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યા સારવાર દરમ્યાન પ્રેમી પંકજભાઈએ અંતિમ શ્વાસ લીધા હતા જ્યારે પ્રેમીકા હાલ મોત સામે ઝઝુમી રહી છે.
આ સંબંધે ગરબાડા પોલીસે પ્રાથમીક તબક્કે સી.આર.પી.સી.કલમ ૧૭૪ મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળ વધુ તપાસ હાથ ધરી છે