Friday, 09/05/2025
Dark Mode

ફતેપુરા:કોરોના સંક્રમણના પગલે મામલતદાર કચેરીમાં કોવિડ-૧૯ની સમીક્ષા બેઠક યોજાઇ

ફતેપુરા:કોરોના સંક્રમણના પગલે મામલતદાર કચેરીમાં કોવિડ-૧૯ની સમીક્ષા બેઠક યોજાઇ

 શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા મામલતદાર કચેરીમાં કોવિડ ૧૯ ની સમીક્ષા બેઠક યોજાઇ,મામલતદાર એન આર પારગી ની અધ્યક્ષતામાં covid-19 સમીક્ષા બેઠક યોજાઇ

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ મામલતદાર કચેરીના સભાખંડમાં મામલતદાર એન.આર પારગીની અધ્યક્ષતામાં  કોવિડ ૧૯ ની સમીક્ષા બેઠક યોજાઇ હતી.જેમાં નોડલ અધિકારી ફતેપુરા અને રક્તપિત્ત અધિકારી દાહોદ તાલુકા વિકાસ અધિકારી પી.એસ. અમલીયાર તાલુકા આરોગ્ય અધિકારી ડો. હાંડા સીડીપીઓશ્રી ફતેપુરા તાલુકા શિક્ષણ અધિકારી તેમજ પી.એસ.આઇ.ના પ્રતિનિધિ શ્રી નાયબ તાલુકા વિકાસ અધિકારી પટેલ મેડિકલ ઓફિસર જગોલા માધવા સરપંચશ્રીઓ તલાટી હાજર રહ્યા હતા ફતેપુરા તાલુકામાં અત્યાર સુધીમાં ફૂલ 7000 થી વધુ કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા જેમાં ૭૧ કેશ પોઝીટીવ આવ્યા તેમાંથી 59 કે સ રિકવર થઇ ચુક્યા છે જે લોકો બહાર ગામ શહેરથી કામ કાજ નોકરી ધંધા માટે વારંવાર શહેરી વિસ્તારમાંથી અવર-જવર કરતા તેવા લોકોનું ફરજિયાત ટેસ્ટ કરવામાં આવે કરવા દુકાને જે માણસો ખરીદી કરવામાં આવે તેઓની નામાવલી ની નિભાવવાની સૂચના આપવામાં આવી તાલુકામાં કુલ ૬ ધનવંતરી રથ ફરે છે આયુર્વેદિક ઉકાળો તેમજ માસ વિતરણ હોમિયોપેથીક દવાઓ અને આરોગ્ય ચકાસણી કરે છે જેનો ભરપૂર લાભ લેવા માટે લોકોને જાણ કરવા સૂચના આપવામાં આવી હતી બેંક પોસ્ટઓફિસ એ ટી એમ સસ્તા અનાજની દુકાનો ખાતર વિતરણ ડેપો વગેરે જગ્યાએ કે જ્યાં ભીડ ભા ડ થઈ શકે તેવી જગ્યાએ માણસો મૂકી સોશિયલ ડિસ્ટન્સ  તેમ કાર્યવાહી કરવા પોલીસ તંત્રને સૂચના આપવામાં આવી સલુનવાળા ભેલ પકોડીવાળા, ચાનાસ્તાની લારીઓ વાળા વેપારીઓ વગેરેની કેડર પ્રમાણે યાદી તૈયાર કરી આરોગ્ય વિભાગને પહોચાડો સૂચના આપવામાં આવી કે જેથી આરોગ્ય વિભાગ કેમ્પનું આયોજન કરી ની ટેસ્ટની કામગીરી કરી શકે આમ કોવિડ ૧૯ ને લગતી કામગીરીને લઇને સમીક્ષા બેઠક યોજાઇ હતી.

error: Content is protected !!