સીંગવડમાં વધુ એક કોરોનાનો કેસ નોંધાયો

Editor Dahod Live
1 Min Read

 કલ્પેશ શાહ :- સીંગવડ 

સિંગવડ તાલુકાના માસી તોયણી ગામે કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો

સીંગવડ તા.04

સિંગવડ તાલુકાના માસી તોયણી ગામ ના બારીયા કનુભાઈ અભેસિંગ ડુંગરી ફળિયામાં રહેતા તે વડોદરા કામે ગયા હતા.ત્યારથી આવતા છાપરવાડ ના ડોક્ટર પ્રિતેશ પટેલ ને ખબર પડતાં તેમને રેપિડ ટેસ્ટ કરતા તેમને પોઝિટિવ રિપોર્ટ આવતા તાલુકા વિકાસ અધિકારી મકવાણા ને જાણ થતાં તે તાલુકા વિસ્તરણ અધિકારી તથા નાયબ મામલતદાર ગઢવી વગેરે સ્થળ પર પહોંચી ગયા હતા તથા છાપરવડ પીએચસીના ડોક્ટર પ્રીતેશ પટેલ તથા આરોગ્ય ની ટીમ દ્વારા સ્થળ પર પહોંચીને તાત્કાલિક પેશન્ટને ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે ખસેડવામાં આવ્યા હતા તથા તથા તે કનુભાઈ ના ઘરની આજુબાજુ ને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા હતા તથા સિંગવડ તાલુકા માં ૭ થી ૮ માં કેસ નોંધાયો હતો તથા ત્રણ થી ચાર કેસ સાજા થઈને ઘરે આવી ગયા હતા સિંગવડ તાલુકા માં કોરોના કેસો ધીરે ધીરે પગ પેસારો કરવા માંડ્યા છે ત્યારે સરકારી તંત્ર દ્વારા સીંગવડ ગામ તથા આજુબાજુનાં ગામડામાં સેનેટાઈઝર કરવામાં આવે તો કોરોના કેશો ઘટે તેમ છે તથા માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સ જળવાય તેના પર ધ્યાન આપવામાં આવે તો આ કોરોના ના કેસો ન વધે તેમ છે.

Share This Article