ગરબાડા:કોરોના સંક્રમણને પગલે “કંટેઇન્મેન્ટ ઝોન” ની મુલાકાત લેતા કલેક્ટરશ્રી વિજય ખરાડી:સંલગ્ન વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓને જરૂરી નિર્દેશો કર્યા

Editor Dahod Live
1 Min Read

  વિપુલ જોષી @ ગરબાડા 

ગરબાડા તા.14

કલેક્ટર વિજય ખરાડીએ જેસાવાડા અને ગરબાડા ના કન્ટેઇનમેન્ટ વિસ્તારની મુલાકાત લઇ સઘન આરોગ્ય તપાસણી કરવા સૂચના આપી

જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ જેસાવાડા અને ગરબાડાના કન્ટેઇનમેન્ટ વિસ્તારની મુલાકાત લઇ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. છેલ્લા કેટલાંક દિવસથી નિયંત્રિત વિસ્તારમાંથી કોરોના સંક્રમણના કેસો સતત સામે આવી રહ્યાં છે ત્યારે નિયંત્રિત વિસ્તારમાં આરોગ્ય તપાસથી લઇને સેનિટાઇઝેશન જેવી કામગીરી વધુ સઘન કરવા માટે કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી હતી.
કલેક્ટર ખરાડીએ બંને કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં ચાલી રહેલી આરોગ્ય તપાસણીની ઝુંબેશનું રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું અને આ વિસ્તારના લોકોને સ્વેચ્છિક રીતે જ આરોગ્ય તપાસ કરાવવા જણાવ્યું હતું. સમગ્ર નિયંત્રિત વિસ્તારમાં સેનિટાઇઝેશન સહિતની કામગીરી સઘન રીતે કરવા તેમણે સૂચના આપી હતી.

Share This Article