Thursday, 21/11/2024
Dark Mode

ધાનપુર તાલુકાના વાંસીયા ડુંગરી રેન્જમાં આદમખોર દીપડાનો આતંક:વધુ એક 7 વર્ષીય બાળાને દીપડાએ ફાડી ખાતા બાળાનું મોત,માત્ર 700 મીટર દૂર મુકાયેલા પાંજરામાં વધુ એક દીપડો ઝડપાયો:પંથકમાં લોકો ભયના ઓથાર હેઠળ જીવવા મજબુર

ધાનપુર તાલુકાના વાંસીયા ડુંગરી રેન્જમાં આદમખોર દીપડાનો આતંક:વધુ એક 7 વર્ષીય બાળાને દીપડાએ ફાડી ખાતા બાળાનું મોત,માત્ર 700 મીટર દૂર મુકાયેલા પાંજરામાં વધુ એક દીપડો ઝડપાયો:પંથકમાં લોકો ભયના ઓથાર હેઠળ જીવવા મજબુર
 Dahod Live Desk :- Rajendra sharma 

 ધાનપુર વાંસીયા ડુંગરી રેન્જમાં આદમખોર દીપડાનું આતંક:સાત વર્ષની બાળકીને જંગલમાં ખેંચી લઇ જતા બાળકીનું મોત:પંથકમાં ફફડાટ ફેલાયો,એક મહિનામાં દીપડાનું 22 લોકો પર હુમલો:દીપડાના હુમલામાં ત્રણ બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા,ગઈકાલના ઘટના સ્થળેથી માત્ર 700 મીટર દૂર મુકાયેલા પાંજરામાં વધુ એક દીપડો ઝડપાયો,વાંસીયા ડુંગરી રેન્જમાં 20 થી 30 દીપડાઓનો આશ્રય સ્થાનો:પાંજરે પુરાયેલો દીપડો આદમખોર છે. તે કહેવું મુશ્કેલભર્યું, 

દાહોદ તા.11

ધાનપુર તાલુકાના વાંસીયા ડુંગરી રેન્જમાં આવેલ શણગાસર ગામમાં લઘુશંકા કરવા ઘરની બહાર  આવેલી ૭ વર્ષની બાળાને ઘાત લગાવીને બેઠેલા દીપડાએ હુમલો કરી જંગલમાં ખેંચી લઈ જતા બાળકીનું કમાટી ભર્યું મોત નીપજયું છે.જ્યારે ઘટના સ્થળથી માત્ર ૭૦૦ મીટર દૂર વનવિભાગ દ્વારા ગોઠવાયેલા પાંજરામાં એક દીપડો પુરાઈ જવા પામ્યો છે.જોકે પંથકમાં દીપડા વધી રહેલા હુમલાઓથી આસપાસના ગ્રામજનો ભયના ઓથાર હેઠળ જીવન જીવવા મજબૂર બન્યા છે

ધાનપુર તાલુકાના વાંસીયા ડુંગરી રેન્જમાં છેલ્લા કેટલાય સમયથી માનવ જાતિ દીપડાઓના હુમલો વધી જવા પામ્યા છે. જ્યારે માનવ વસ્તી પર વધુ એક દીપડાનો હુમલો ગઈકાલે સાંજે બનવા પામતા સમગ્ર પંથકમાં ભયની સાથે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.મળતી માહિતી મુજબ ધાનપુર તાલુકાના શણગાસર ગામના રહેવાસી કાળાભાઈ માંદુભાઈ નિનામાની સાત વર્ષીય પુત્રી શિલ્પા ગઈકાલે સાંજે 7 વાગ્યાના અરસામાં લઘુશંકા કરવા ઘરની બહાર નીકળતા પહેલે થી જ ઘાત લગાવીને બેઠેલા આદમખોર દીપડાએ શિલ્પાના ગળાના ભાગે બચકુ ભરી જંગલમાં ખેંચી લઇ ગયો હતો.તે સમયે બાળકીની ચીસોથી ભેગા થયેલા પરિવારજનો તેમજ આસપાસના લોકોમાં ભયની સાથે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.જોકે ભેગા થયેલા ગ્રામજનોએ વનવિભાગને જાણ કરાતાં વાંસીયા ડુંગરી રેન્જના ફોરેસ્ટર પરમાર સહીતનો વનવિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી બાળકીની શોધ ખોળ આદરતા નજીકના ઉમરાવાળા ભાગમાં છાતીથી ઘૂંટણ સુધીનો ખવાયેલો શિલ્પાનો મૃતદેહ મળી આવતા ઘટનાસ્થળે પરિવારજનોના હૈયાફાટ રૂદનથી વાતાવરણમાં ગમગીની ફેલાઇ જવા પામી હતી. જ્યારે વનવિભાગે મૃતક બાળકીનો કબ્જો મેળવી પીએમ માટે મોકલી દેવાઈ હતી અને આદમખોર દીપડાને પાંજરે પુરવાની કવાયત હાથ ધરાઇ હતી.

ધાનપુર તાલુકાના વાંસીયા ડુંગરી રેન્જમાં આદમખોર દીપડાનો આતંક:વધુ એક 7 વર્ષીય બાળાને દીપડાએ ફાડી ખાતા બાળાનું મોત,માત્ર 700 મીટર દૂર મુકાયેલા પાંજરામાં વધુ એક દીપડો ઝડપાયો:પંથકમાં લોકો ભયના ઓથાર હેઠળ જીવવા મજબુર

ધાનપુર તાલુકાના વાંસીયા ડુંગરી રેન્જમાં એક મહિનામાં દીપડાનું 22 લોકો પર હુમલો:દીપડાના હુમલામાં ત્રણ બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા 

ધાનપુર તાલુકાના વાંસીયા ડુંગરી રેન્જમાં આદમખોર દીપડાનો આતંક:વધુ એક 7 વર્ષીય બાળાને દીપડાએ ફાડી ખાતા બાળાનું મોત,માત્ર 700 મીટર દૂર મુકાયેલા પાંજરામાં વધુ એક દીપડો ઝડપાયો:પંથકમાં લોકો ભયના ઓથાર હેઠળ જીવવા મજબુર

ધાનપુર તાલુકાના વાંસીયા ડુંગરી રેન્જમાં છેલ્લા કેટલાય સમયથી દીપડાઓના હુમલાઓ વ્યાપક પ્રમાણમાં વધી જવા પામતા વનવિભાગ સહીત આસપાસના લોકોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે.ત્યારે છેલ્લા એક મહિનામાં વાંસીયા ડુંગરી રેન્જમાં આદમખોર દીપડાએ માનવ વસ્તી પર હુમલો કરતા છેલ્લા એક મહિનામાં 22 લોકો આદમખોર દીપડાનું શિકાર થયાં છે.જેમાં ગઈકાલના હુમલામાં મૃત્યુ પામેલી બાળકી સહીત ત્રણ લોકો દીપડાના હુમલામાં મૃત્યુ પામ્યા છે.

વાંસીયા ડુંગરી રેન્જમાં આવેલા સણગાસર માં બાળકીના શિકાર કર્યાના માત્ર 700 મીટર દૂર મુકાયેલા પાંજરામાં  વધુ એક દીપડો પુરાયો  

ધાનપુર તાલુકાના વાંસીયા ડુંગરી રેન્જમાં આદમખોર દીપડાનો આતંક:વધુ એક 7 વર્ષીય બાળાને દીપડાએ ફાડી ખાતા બાળાનું મોત,માત્ર 700 મીટર દૂર મુકાયેલા પાંજરામાં વધુ એક દીપડો ઝડપાયો:પંથકમાં લોકો ભયના ઓથાર હેઠળ જીવવા મજબુરધાનપુર તાલુકાના વાંસીયા ડુંગરી રેન્જમાં છેલ્લા કેટલાય દિવસથી દીપડાઓના હુમલાઓ વધી જતા આસપાસમાં વસવાટ લોકોમાં દહેશતનો માહોલ છવાઈ જવા પામ્યો છે.જ્યારે આ વિસ્તારોમાં વધી રહેલા દીપડાઓના હુમલાઓથી વનવિભાગે દીપડાને પાંજરે પુરવા માટે 10 પિંજરાઓ ગોઠવવામાં આવ્યા હતા જેમાં કાંટુ ગામ ખાતે ગોઠવેલા પિંજરામાં એક દીપડો ઝડપાઇ જવા પામ્યો હતો.ગઈકાલે સણસાગર ખાતે દીપડાએ બાળકીને પોતાનો શિકાર કર્યો હતો.તેના થી માત્ર 700 મીટર દૂર ગોઠવેલા પાંજરામાં દીપડો પુરાઈ ગયો હતો.જેના કારણે સ્થાનિકોને આંશિક રાહત થઇ હતી.પણ દીપડાઓના હુમલાઓથી લોકો ભયના ઓથાર હેઠળ જીવવા મજબુર બન્યા છે.

વાંસીયા ડુંગરી રેન્જમાં 20 થી 30 દીપડાઓનો આશ્રય સ્થાનો:પાંજરે પુરાયેલો દીપડો આદમખોર છે. તે કહેવું મુશ્કેલભર્યું  

દે. બારીયા તાલુકાના વાંસીયા ડુંગરી રેન્જમાં 2016 ની વસ્તી ગણતરી પ્રમાણે 20 થી 30 દીપડાઓનો આશ્રય સ્થાન હતો પરંતુ બદલાતા સમયના વહેણમાં દીપડાઓની વસ્તીમાં વધારો થવા પામ્યો છે. સાદી ભાષામાં દરેક ગામ દીઠ આશરે ત્રણ દીપડાઓ વસવાટ કરી રહ્યા હોવાનું અનુમાન છે. ત્યારે આ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી દીપડાઓના સતત હુમલા વધવા પામતા આ વિસ્તારમાં કોઈ દીપડો નરભક્ષી થયો હોવાનું અનુમાન છે.ત્યારે થોડાક દિવસ પહેલા એક તેમજ ગઈકાલે કાટુ ગામેથી એક દીપડો મળી કુલ બે દીપડાઓ પાંજરે પુરાયા છે.પરંતુ છેલ્લા કેટલાય સમયથી માનવો પર હુમલો કરનાર નરભક્ષી દીપડો પકડાયેલા દીપડાઓમાં છે.કે કેમ? હાલ કહેવું મુશ્કેલભર્યું છે.આ પકડાયેલ દીપડાનું પરીક્ષણ કર્યા બાદ જો આ દીપડાઓ નરભક્ષી હશે તો તેઓને પાવાગઢ ખાતેના રેસ્ક્યુ સેન્ટર પર મોકલી દેવાશે નહિ તો પુનઃ તેઓને જંગલમાં છોડી મુકાશે

error: Content is protected !!