Friday, 25/04/2025
Dark Mode

ગરબાડા નગરમાં એક જ પરિવારના ચાર વ્યક્તિઓ રેપિડ ટેસ્ટમાં કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ

ગરબાડા નગરમાં એક જ પરિવારના ચાર વ્યક્તિઓ રેપિડ ટેસ્ટમાં કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ

  વિપુલ જોષી @ ગરબાડા 

ગરબાડા તા.07

ગરબાડા નગરમાં એક જ પરિવારના ચાર વ્યક્તિઓ કોરોના પોઝિટિવ આવતા ચકચાર, તાલુકાની પાંચ પીએચસીમાં તારીખ સાતમીના કુલ ૪૫ જેટલા રેપિડ ટેસ્ટ લેવાયા હતા.જે પૈકી ૪ પોઝીટીવ આવ્યા

આમ તો ગરબાડા તાલુકામાં લોકડાઉન બાદ અત્યાર સુધીમાં કુલ ૧૮ જેટલા કોરોના ના કેસ આવ્યા હતા જે પૈકી ૧૧ જેટલા સાજા થતાં તેમને રજા આપવામાં આવી હતી પરંતુ ગરબાડા નગર માં તારીખ ૭મીના રોજ પાંચ પીએચસી મિનાકયાર જાંબુવા ઝરી બુજર્ગ પાંચવાડા અને ગાંગરડી મળી કુલ ૪૫ જેટલા રેપિડ ટેસ્ટ લેવામાં આવ્યા હતા જે. પૈકી ગરબાડા ના બસ સ્ટેન્ડ વિસ્તારમાં રહેતા શંકરભાઈ હરિલાલ પ્રજાપતિ ચેતનાબેન શંકરભાઈ પ્રજાપતિ ઉર્વશીબેન શંકરભાઈ પ્રજાપતિ તથા ધર્મેશભાઈ શંકરભાઈ પ્રજાપતિ મળી એક જ પરિવારના કુલ ચાર લોકો કોરોના પોઝિટિવ આવતા સમગ્ર પંથકમાં હડકંપ સાથે ચકચાર મચી જવા પામી હતી જ્યારે સમગ્ર વિસ્તાર સ્વયંભૂ જ બંધ થઈ ગયો હતો અને તાલુકા આરોગ્ય તંત્ર દ્વારા પોઝિટિવ આવેલ વ્યક્તિ હોને દાહોદ ઝાયડસ ખાતે રીફર કરવામાં આવ્યા હતા તેમજ સમગ્ર બસ સ્ટેશન વિસ્તારને કન્ટેન્ટ મેન્ટ ઝોન જાહેર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી તે સિવાય તેમની ટ્રાવેલ હિસ્ટ્રી આ બાબતે પૂછપરછ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં ગરબાડા નગરની પ્રજા કોરોનાને લઈને ગંભીર નહોતી પરંતુ પ્રોપર લી કોરોનાના કેસ આવતા સમગ્ર નગરના લોકો સતર્ક બન્યા હોવાનું જોવા મળી રહ્યું હતું.

error: Content is protected !!