Thursday, 21/11/2024
Dark Mode

બેકાબૂ કોરોના:કુલ 525 સંક્રમિત દર્દીઓ સાથે એક્ટિવ કેસોના આંકડાએ ટ્રિપલ સેન્ચુરી નોંધાવી:દાહોદ શહેરમાં કોરોના 400 નજીક પહોંચ્યો

બેકાબૂ કોરોના:કુલ 525 સંક્રમિત દર્દીઓ સાથે એક્ટિવ કેસોના આંકડાએ ટ્રિપલ સેન્ચુરી નોંધાવી:દાહોદ શહેરમાં કોરોના 400 નજીક પહોંચ્યો

       જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.29

દાહોદ શહેરમાં કોરોનાના આજે વધુ 33 પોઝીટીવ કેસોની જાહેરાત સાથે શહેર સહીત જિલ્લામાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આજરોજ નવા ઉમેરાયેલા 33 પોઝીટીવ કેસોમાંથી દાહોદ શહેરમાં 26 દર્દીઓના ઉમેરા સાથે એકલા દાહોદ શહેરમાં કોરોનાના કુલ 397 પર પહોંચતા દાહોદ શહેરમાં કોરોનાનો વ્યાપ કેટલો ખતરનાક રીતે વધવા પામ્યો છે. તેની કલ્પના માત્રથી ધ્રુજારી છૂટી જાય છે. જિલ્લામાં કોરોનાનો કુલ 525 દર્દીઓ નોંધાયા છે. જ્યારે કુલ 302 કેસો હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાની સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ છે.

છેલ્લા એક મહિનાથી કોરોના મહામારીએ દાહોદ શહેર સહીત જિલ્લામાં ભયાનકરીતે વધવા પામી છે.અનલોક-2 ના પ્રથમ દિવસથી જ કોરોનાના સંખ્યાબંધ કેસો આવવાના શરુ થઈ ગયા હતા.જ્યારે આ મહામારીએ પાછલા એક સપ્તાહમાં ભયાનક રૂપ ધારણ કરતા એક સપ્તાહમાં કોરોનાના કુલ 212 કેસો નોંધાવા પામતા આરોગ્ય તંત્ર સહિત વહીવટી તંત્ર પણ ચિંતામાં ગરકાવ થઈ ગયો છે.તેમાંય દાહોદ શહેરમાં તો આ મહામારીએ વિકરાળ રૂપ ધારણ કર્યું હોય તેમ એકલા દાહોદ શહેરમાં કોરોનાનો આંકડો 400 નજીક પહોંચતા લોકોમાં એક પ્રકારનો ભય ફેલાતા શહેરમાં સ્વંયભૂ કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. દાહોદ શહેરનો 60 ટકા ઉપરાંતના વિસ્તારો કંટેઇન્મેન્ટ ઝોનમાં સમાવેશ થયો છે.જ્યારે આરોગ્ય વિભાગે ગઈકાલે 222 સેમ્પલો ચકાસણી અર્થે મોકલ્યા હતા જે પૈકી 189 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જ્યારે
(૧) ગીરીશભાઈ મંગળદાસ શાહ (ઉવ.પ૪ રહે. દાહોદ), (ર) રાયમલભાઈ દુગરસીંગ સોગલ (ઉવ.ર૪ રહે. જાેહાર નગર, દાહોદ),(૩) હેમલરાજ લલીતભાઈ બારભાયા (ઉવ.૩૬ રહે. દેસાઈવાડ,દાહોદ), (૪) હાતિમ અકબરલાલી નાલાવાલા (ઉવ. ૪૯ રહે. બુરહાની સોસાયટી દાહોદ), (પ) આર્શી પ્રિતેશકુમાર કોઠારી (ઉવ.ર૩ રહે. પુષ્ટીનગર દાહોદ),(૬) ફાતેમાબેન સફ્કતા વાઘ (ઉવ.૬૦ રહે. બુરહાની સોસાયટી દાહોદ),(૭) સિરાજ સાબીર કાપડીયા (ઉવ.૩૬ રહે. બુરહાની સોસાયટી દાહોદ),(૮) આમીર અબ્દુલુહુસેમ નાલાવાલા (ઉવ.પર રહે. હુસૈની મહોલ્લા દાહોદ),(૯) કલ્પેશ કનૈયાલાલ પવાર (ઉવ.૩૧ રહે. ગોદી રોડ,દાહોદ),(૧૦) મનથાન અલ્પેશકુમાર પંચોલી (ઉવ.ર૬ રહે. ગોદી રોડ, દાહોદ),(૧૧) અનીલ કસના ડામોર (ઉવ. ર૭ રહે. મંડોર ધાનપુર દાહોદ),(૧ર) ભાવસીંગ મધુ ભુરીયા (ઉવ.પ૧ રહે. મંડોર ધાનપુર દાહોદ),(૧૩) અશ્વિનકુમાર અક્ષરલાલ શાહ (ઉવ. ૭૭ રહે. દેસાઈવાડ દાહોદ),(૧૪) રમણલાલ કેશવલાલ પંચાલ (ઉવ.૮પ રહે. નવકાર કોમ્પલેક્ષ દાહોદ),(૧પ) હસુમતિબેન ધિરજ ચોૈહાણ (ઉવ.૬૭ રહે. દરજી સોસાયટી દાહોદ),(૧૬) બાબુલાલ દુલીચંદ યાદવ (ઉવ.૭૦ રહે. યાદવચાલ દાહોદ),(૧૭) લક્કી અભયકુમાર ભાસાલી (ઉવ.૩પ રહે. શીતલ સોસાયટી દાહોદ),(૧૮) ઈસ્માઈલ ફકરૂદ્દીન હાસન (ઉવ.પ૭ રહે. ભોઈવાડા દાહોદ),(૧૯) સકીનાબેન મોહમ્મદભાઈ ખોખરાવાલા (ઉવ.૭પ રહે. હુસૈની મહોલ્લા દાહોદ),(ર૦) હાન્નાન અલીહુસેન કાપડીયા(ઉવ.૬ર રહે. ગોદી રોડ, દાહોદ),(ર૧) દુરૈયા હન્નાન કાપડીયા(ઉવ.પ૪ રહે. ગોદી રોડ, દાહોદ),(રર) હાતિમ હન્નાનભાઈ કાપડીયા (ઉવ.રર રહે. ગોદી રોડ, દાહોદ),(ર૩) સંધ્યાબેન સિરીશભાઈ સરૈયા (ઉવ.પર રહે. મહાવીર નગર દાહોદ), (ર૪) જેનાબબેન કુત્બુદ્દીન જાવરાવાલા (ઉવ.૭૦ રહે. મહિદી મહોલ્લા દાહોદ),(રપ) યાશ્મિનબેન આમીરભાઈ જાંબુઘોડાવાલા(ઉવ.૪૮ રહે. દાહોદ બુરહાની સોસાયટી), (ર૬) કિનાના હુનેદ જાંબુઘોડાવાલા (ઉવ.૧૮ રહે. બુરહાની સોસાયટી દાહોદ), (ર૭) જૈનબ મુસ્તુફા જાંબુઘોડાવાલા (ઉવ.ર૪ રહે. બુરહાની સોસાયટી દાહોદ), (ર૮) રાઘવ પીનલકુમાર નગરાલાવાલા (ઉવ.ર પડાવ દાહોદ),(ર૯) શાહ સરલાબેન હરેન્દ્રભાઈ (ઉવ.૬ર રહે. ઝાલોદ મંડળી ફળીયુ દાહોદ), (૩૦) શાહ મનોરમા જયપ્રકાશ (ઉવ.૬ર રહે. ઝાલોદ મંડળી ફળીયુ દાહદો), (૩૧) શાહ અર્પિત જયપ્રકાશ (ઉવ.૩ર રહે. ઝાલોદ મંડળી ફળીયુ દાહોદ),(૩ર) ભુરીયા અરવીંદ ખીમા (ઉવ.૪૦ રહે. ડુંગરી ભુરીયા ફળીયુ),(૩૩) પ્રજાપતિ ક્રિષ્નાબેન નવલસીંહ (ઉવ.ર૧ રહે. પેથાપુર તાલ ફળીયું દાહોદ) મળી કુલ 33 પોઝીટીવ કેસોના ઉમેરાએ દાહોદ શહેર સહીત જિલ્લામાં દહેશતનો માહોલ સર્જી દીધો છે.જ્યારે આજે વધુ 9 દર્દીઓ કોરોના મુક્ત થઈ જતા કુલ 302 એક્ટિવ કેસો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમજ 223 લોકોના રિપોર્ટ હાલ પેન્ડિંગ છે.જ્યારે 34 લોકો કોરોના મહામારીનો શિકાર થઈ કાળના કોળિયા બની ગયા છે.હાલ આરોગ્ય વિભાગ સહિત વહીવટી તંત્ર આજરોજ કોરોના સંક્રમિત નોંધાયેલા દર્દીઓના ટ્રાવેલ હિસ્ટ્રીના આધારે તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોનટાઇન કરવાની તેમજ જેતે વિસ્તારના કંટેઇન્મેન્ટ એરીયા જાહેર કરી ત્યાં સૅનેટાઇઝીંગ સહિતની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો છે.

error: Content is protected !!