દાહોદ:ગુજરાત મજુર યુનિયન દ્વારા ઝાલોદના નિવૃત એસ.ટી.વિભાગના કર્મચારીઓની પેન્શન વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેખિતમા રજૂઆત કરાઈ

Editor Dahod Live
1 Min Read

   જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.૨૩

ગુજરાત મજુર યુનિયન, ઝાલોદના  નિવૃત એસ.ટી. વિભાગના કર્મચારીઓ પેન્શનમાં વધારો કરવા સારૂ અનેકવાર લાગતા વળગતા તંત્ર સામે રજુઆત કરવામાં આવી હતી પરંતુ આજદિન સુધી તેઓની રજુઆતને ધ્યાને ન લેતા આ યુનિયન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેખિતમાં આ બાબતે રજુઆત કરી હોવાનું જાણવા મળે છે.

ગુજરાત મજુર યુનિયન, ઝાલોદ ના નિવૃત એસ.ટી.કર્મચારી ભાઈઓ દ્વારા ઘણા લાંબા સમયથી  પેન્શનમાં વધારો કરવા માટે યુનિયન તરફથી લાગતા વળગતા તંત્રને, અધિકારીઓને તેમજ પદાધિકારીઓને વારંવાર રજુઆતો કરવામાં આવી હતી પરંતુ તેઓના પ્રશ્નોનું નિકાલ આજદિન સુધી કોઈ નિકાલ ન આવતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને લેખિત રજુઆત કરી છે.અને જણાવ્યુ છે કે, ટુંક સમયમાં આ કર્મચારીઓને સંતોષકારક જવાબ નહીં મળે તો ના છુટકે આવનાર દિવસોમાં તેઓ દ્વારા દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિગેરેને મળવા જનાર હોવાનું આ યુનિયન દ્વારા જણાવાયું છે

Share This Article