Tuesday, 01/07/2025
Dark Mode

ભૂગર્ભ ગટર પાછળ કરોડોના ખર્ચ બાદ પણ ગરબાડા નગરની ગટર સમસ્યા આજે પણ યથાવત:દબાણ બાબતે બાઈ બાઈ ચારણી જેવો ઘાટ સર્જાયો

ભૂગર્ભ ગટર પાછળ કરોડોના ખર્ચ બાદ પણ ગરબાડા નગરની ગટર સમસ્યા આજે પણ યથાવત:દબાણ બાબતે બાઈ બાઈ ચારણી જેવો ઘાટ સર્જાયો

 વિપુલ જોષી @ ગરબાડા 

ભૂગર્ભ ગટર પાછળ કરોડોના ખર્ચ બાદ પણ ગરબાડા નગરની ગટર સમસ્યા આજે પણ યથાવત:ગરબાડામાં છ વર્ષ પહેલા બસ સ્ટેન્ડથી મઢીં ફળિયા સુધી દસ લાખના ખર્ચે ગટર બનાવેલ
છ વર્ષ બાદ ફરી દસ લાખના ખર્ચે અધુરી કામગીરીનો પ્રારંભ કરતી ગ્રામ પંચાયત:એક તરફ કરોડોનો ખર્ચ કર્યા બાદ પણ ગરબાડાની ભૂગર્ભ ગટર યોજના આજે પણ અધૂરી છે.તો બીજી તરફ છ વર્ષ અગાઉ ગરબાડા ગ્રામ પંચાયત દ્વારા ગટરના નામે રૂપિયા દસ લાખના ખર્ચે ગરબાડા બસ સ્ટેન્ડ થી લઈને મઢી ફળિયા સુધીની ગટર લાઇનનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું. જે ગટરલાઈન નું કામ છ વર્ષ બાદ ૧૪મા નાણાં પંચ માં રૂપિયા દસ લાખના ખર્ચે ફરીવાર આરંભ કરવામાં આવ્યું છે.જેમાં નીચવાસથી લઈને પશુ દવાખાના સુધીની ગટરલાઇન ફરીથી બનાવવામાં આવી રહી છે.જ્યારે જૂની ગટર લાઈન છ વર્ષ અગાઉ પશુ દવાખાના સુધી છોડી દેવામાં આવી હતી હાલમાં નીચવાસ થી લઈને તાલુકા પંચાયત પાસે આવેલ કોતેડા સુધીની ગટર લાઈન માં નાળા નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે તો શું અગાઉ ગટરના નામે જે ખર્ચ કરવામાં આવ્યો હતો. તે પ્લાન એસ્ટીમેન્ટ અને એન્જિનિયરની સલાહ સુચન પ્રમાણે નહોતું કરવામાં આવ્યું? છ વર્ષ અગાઉ આટલો ખર્ચ કર્યા બાદ પણ કયા કારણોસર ગટર લાઈનની કામગીરી અધૂરી છોડી દેવાઈ હતી જે બાબત તપાસનો વિષય છે . જ્યારે છ વર્ષ પહેલાં  ગટર લાઈનની કામગીરી ચાલુ કરવામાં આવી હતી ત્યારે ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવા માટે ૨૨ જેટલા લોકોને નોટિસ આપવામાં આવી હતી. પરંતુ દબાણ એકનું પણ દુર કરાયું નહોતું.જ્યારે હાલમાં કામગીરી કરવામાં આવી ત્યારે નીચવાસ ફળિયામાં આવતા તમામ દબાણો વાલા ઓટલા તોડીને ગટર લાઈનની કામગીરી કરવામાં આવી હતી.જ્યારે પશુ દવાખાનાની પેલી તરફના વિસ્તારમાં ઓટલા તોડવા નો વારો આવ્યો તો ગ્રામ પંચાયતે તેઓને નોટિસ આપી અને માર્ગ અને મકાન વિભાગ ને દબાણ દૂર કરવા અંગેની જગ્યા નક્કી કરવા માટે નોટિસ આપી હતી.જવાબમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગામ તળનો પ્રશ્ન હોય જેથી કામગીરી ગ્રામ પંચાયતે કરવાની હોય તેવો જવાબ કરાયો હતો ત્યારબાદ ગ્રામ પંચાયત દ્વારા આ વિસ્તારના દબાણો દૂર કરવાના બદલે ગટરની લાઇનનું ખોદકામ રોડ  ક્રોસ કરીને સામેની લાઈનમાં ખોલી દેવામાં આવ્યું હતું તો એક જ લાઈનમાં અમુક લોકોના દબાણ તોડવામાં આવ્યા અને અમુકને છોડવામાં  આવ્યા તો આવો પક્ષપાત ગ્રામ પંચાયત દ્વારા કેમ કરવામાં આવી રહ્યો છે? ઉલ્લેખનીય છે કે ગામતળની જમીનમાં દબાણ કરી દુકાનો બનાવનાર  ઈસમ પણ આજ લાઈનમાં આવતો હોય તેમ છતાં પંચાયત ચૂપ છે

ગરબાડામાં ભુગર્ભ  ગટરલાઇનની નબળી અને અધૂરી કામગીરી માટે  જિલ્લા વિકાસ અધિકારીએ કંપનીને બ્લેક લિસ્ટ કરવા નોટિસ આપી:છતાં પરિણામ શૂન્ય 

ગત તા.28 2 2020 ના રોજ ભૂગર્ભ ગટરની કંપનીને ગરબાડા સહિત જીલ્લા પંચાયતમાં  ભૂગર્ભ ગટરની નબળી અને અધૂરી કામગીરીને લઇને કંપનીને બ્લેકલિસ્ટ કેમ ન કરવી તેવી નોટિસ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ફટકારવામાં  આવી હતી.પરંતુ હાલમાં પણ સ્થિતિ યથાવત છે. અને ગટરના નામે ગરબાડામાં કામકાજ ચાલુ છે

 ગરબાડામાં નિર્માણાધીન ભૂગર્ભ ગટર યોજનામાં મોટા પાયે ખાયકી થઈ હોવાની શક્યતાઓ :તેમજ દબાણ બાબતે બાઈ બાઈ  કારણે જેવો ઘાટ સર્જાયો 

અગાઉ ગ્રાન્ટના અભાવે ગટર લાઈનની કામગીરી અધૂરી રહી ગઈ હતી.તેમજ નીચવાસમાંથી લઈને પશુ દવાખાના સુધી ગટરનું લેવલીંગ બરાબર ન હોવાના કારણે ત્યાં ફરીથી નાળા નાંખવાની કામગીરી કરવામાં આવી છે.દબાણની નોટિસો બાબતે સરપંચ જોડે વાત કરો  :- કમ મંત્રી ગરબાડા મહેન્દ્ર ભાઈ ગોહિલ

ગ્રામ પંચાયત દ્વારા નિર્માણ પામી રહેલી ભૂગર્ભ ગટર ધારા ધોરણ મુજબ બની નહોતી પરિણામ સ્વરૂપ લોકોની સમસ્યામાં વધારો થયો હતો

અગાઉ ગ્રામ પંચાયત દ્વારા ગટરની જે કામગીરી કરવામાં આવી હતી.જે ધારાધોરણ મુજબની ન હોતા પરિણામે અમારી સમસ્યામાં વધારો થઇ ગયો હતો.અને ચોમાસામાં ફળિયા વાળાઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો આશા છે કે હવે નવી ગટર બનતા અમારી સમસ્યાનો અંત આવશે :- રવિ પંચાલ સ્થાનિક રહીશ ગરબાડા

error: Content is protected !!