Friday, 09/05/2025
Dark Mode

ફતેપુરામાં કોરોના સંક્રમિતના સાગમટે 4 દર્દીઓ નોંધાતા પંથકમાં ભયની સાથે ફફડાટ ફેલાયો

ફતેપુરામાં કોરોના સંક્રમિતના સાગમટે 4  દર્દીઓ નોંધાતા પંથકમાં ભયની સાથે ફફડાટ ફેલાયો

 શબ્બીર સુનેલવાલ @ ફતેપુરા 

ફતેપુરામાં કોરાના  પોઝિટિવના એક સાથે 4 કેસ આવતા પંથકમાં હાહાકાર મચ્યો,ફતેપુરા નગરમાં ૩ અને બલૈયા માં એક મળી કુલ  ૪ કેસો કોરોના પોઝિટિવ આવતા પંથકમાં ભયની સાથે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરના નગરના કોરોના પોઝિટિવ કેસ ૩ અને તાલુકાના બલૈયા ગામના ના એક એમ પણ પોઝિટિવ મળી  કુલ  ચાર કેસ કોરોના પોઝિટિવ આવતા ફતેપુરા નગરમાં ચકચાર મચી જવા પામેલ છે.મળતી માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના પાછલા પ્લોટમાં રહેતા ૩ ઇસમોને તેમજ બલૈયા ગામનો  એક ઈસમને આજરોજ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર એક્શનમાં આવી ગયેલ છે.કોરોના પોઝિટિવ કેસ માં બે પુરુષો એક મહિલા અને એક બાળકીના  કોરોના પોઝિટિવ આવતા ચકચાર મચી જવા પામેલ છે.તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર હાડા અને આરોગ્ય ટીમ દ્વારા પાછલા પ્લોટ માં રહેતા ત્રણે કોરોના પોઝિટિવ દર્દીઓને દાહોદ મુકામે આવેલ ઝાયડસ હોસ્પિટલમાં લઈ જવા માટેની તૈયારી આરંભી દીધેલ છે. તેમજ પાછલ પ્લોટ વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન એરિયા તરીકે જાહેર કરી દેવામાં આવેલ છે

કોરોના પોઝિટિવ દર્દીની યાદી
(1)બ્રહ્મકુમારી નીતાબેન લાલુ ભાઈ ઉંમર ૫૨ મહિલા
(2) ઉપાધ્યાય દેવાંગ પ્રિયકાંત ઉમર વર્ષ પુરુષ
(3 પટેલ હેલી બેન વિકાસભાઈ ઉંમર વર્ષ 10 મહિલા
( 4) પ્રજાપતિ હસમુખ લેન જીભાઈ ઉંમર વર્ગ 46 પુરુષ

error: Content is protected !!