Wednesday, 04/12/2024
Dark Mode

સંતરામપુર નગરમાં હાટ બજારોને મંજૂરી અપાતા કોરોના સંક્રમણ વધવાની સેવાતી ભીતી

સંતરામપુર નગરમાં હાટ બજારોને મંજૂરી અપાતા કોરોના સંક્રમણ વધવાની સેવાતી ભીતી

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.14

સંતરામપુર નગરમાં મંગળવારે હાટ  ભરાતા  સંક્રમણનું જોખમ વધ્યું મહિસાગર જિલ્લામાં રોજ ના રોજ કેસોની સંખ્યા નું પ્રમાણ વધતું જાય છે અને બીજી બાજુ સંતરામપુર નગરમાં મંગળવારનો હાટ ભરવાની મંજૂરી આપતા આજે ગ્રામ્ય વિસ્તારમાંથી સંતરામપુર હાટમાં લોકો આવતા ટોળા ટોળા ભેગા જોવા મળેલા છે. આના કારણે સંક્રમણ પણ વધી શકે છે એક તરફ  સરકારી તંત્ર દ્વારા વારંવાર સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનો માસ્ક પહેરવું સુચના આપવામાં આવે છે.જ્યારે બીજી બાજુ નિયમોનું પાલન ન કરતા દંડ વસુલ કરવામાં આવે છે.જ્યારે બીજી બાજુ સરકારી તંત્ર દ્વારા હાટ બજારોની મંજૂરી કેવી રીતે અપાય? આ રીતના હાર્ટમાં ટોળાઓ ભેગા થતાં સંક્રમણ પણ વધી રહ્યું છે.આજે સંતરામપુર નગરમાં ટોળાઓ ભેગા થતાં અને ભીડ ચારે બાજુ જોવા મળી હતી આ રીતના ભીડ થવાથી સંક્રમણ વધી રહ્યું છે. સરકારી તંત્ર પંથકમાં ભરાતા હાટબજારો તાત્કાલિક બંધ થવો જોઈએ તેવી નગરના જુના વેપારી અને રહીશોની માગણી ઉઠી છે

error: Content is protected !!