Thursday, 26/12/2024
Dark Mode

દે.બારીયામાં વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતામાં ગરકાવ

દે.બારીયામાં વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતામાં ગરકાવ

 મઝહર અલી મકરાણી @ દે.બારીયા 

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત,કેટલાક ખેડૂતો દ્વારા બોર, કૂવામાંથી ખેતરમાં પાણી મૂકી ખેતી બચાવવાની પેરવીમાં દેવગઢ બારીઆ તાલુકાનો તા.૧/૬/૨૦૨૦ થી આજ દિન સુધીનો સીઝન નો ૧૦૩મી.મી વરસાદ નોંધાયો છે. દેવગઢ બારિયા તાલુકામાં વરસાદ ખેચાતા ખેડૂતો ચિંતિત બન્યા ખેડૂતોના માથે મોટું સંકટ ખેતીમાં મોટું નુકશાનની ભીતિ.

દે.બારીઆ :- તા.14

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં ચોમાસાની શરૂઆત થતા ખેડૂતો ખેતીમાં જોતરાયા હતા.અને ૧૦ જૂનથી તાલુકામાં મોસમનો પહેલો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશાલી છવાઈ ગઈ હતી.અને મોંઘા ભાવના બિયારણોની ખરીદી કરી વાવેતર કરી દેવામાં આવ્યું હતું. ત્યારે વરસાદનું પાણી અમી છાટણા કરી જતા રહેતા ખેડૂતોને જાણે હાથતાળી આપી હોય તેમ વરસાદ ન આવતા આખરે ખમતી ઘર ખેડૂતોએ ખેતરમાં પાક બચાવવા માટે કુત્રિમ પાણી મૂકી રહ્યા છે. ત્યારે કેટલાક મધ્યમ વર્ગના ખેડૂતોને પાણીની સગવડ ના થવાના કારણે ખેતી સુકાવા લાગી છે. ત્યારે આ પંથકમાં વરસાદ ના અભાવે ખેડૂતોને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે જો વરસાદ હવે ટૂંક સમયમાં ના આવે તો ખેડૂતો દેવાદાર બને તેમ દેખાઈ રહ્યું છે. ત્યારે આવનારા દિવસમાં વરસાદ નહીં આવે તો ૧૦૦% ખેતી નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે.

error: Content is protected !!