દીપડો પાંજરે પુરાયો.અગાઉ આ સપ્તાહમાં નવ (૯) જણ ઉપર દીપડાએ હુમલા કરવામાં આવ્યા .આ પંથકમા દીપડાની વસ્તી વધારે હોવાનું તારણ .દીપડાના હુમલાને લઇ ગ્રામજનોએ દીપડો પાંજરે પુરવાની માંગ કરી હતી,વનવિભાગ દ્રારા ૦૪ ચાર પાંજરા મુકાયા હતા. જેમાં પાવ ગામે નર દીપડો પુરાયો,વનવિભાગ દ્વારા જન જાગૃતિ અભિયાન પણ ચાલવામાં આવ્યા.
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ધાનપુર અને વાસીયા ડુંગરી રેન્જમાં આમલી મેનપુર, પાવ સજોઈ અને ખજૂરી ગામે તા.૯/૭/૨૦૨૦ થી તા.૧૩/૭/૨૦૨૦ સુધીમાં વન્યપ્રાણી દીપડા દ્વારા માનવ હુમલાના (૯)નવ બનાવો બનેલ જેમાં વન્યપ્રાણી દીપડા દ્વારા લોકોના ઘરમાં ઘૂસી જઈ બાળકો અને વ્યક્તિઓ પર હુમલાના બનાવો બનેલ જેથી ગ્રામજનોની રજૂઆતો અને પરિસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં લઈ મે. વનસંરક્ષણ વડોદરાના માર્ગદર્શન તેમજ સૂચના થી વન્યપ્રાણી દીપડા દ્વારા વધુ હુમલા ના બને તે હેતુ થી અત્રેના વનવિભાગના ૩૦ થી ૩૫ સ્ટાફ દ્વારા બનાવો વાળા ગામોમાં તેમજ અન્ય ગામોમાં ફળિયે ફળિયે સઘન જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવેલ જેમાં ગામ લોકોને જંગલમાં ન જવા, બાળકોને એકલા ન મૂકે, રાત્રી દરમિયાન ઘરની આજુબાજુ અજવાળું રાખવા વગેરે જેવી સૂચનાઓ આપવામાં આવેલ તથા તા.૧૩/૭/૨૦૨૦ થી દીપડાને પકડવા અર્થે આમલી મેનપૂર ખાતે ૦૨ , પાવ ગામે ૦૧ અને ખજૂરી ગામે ૦૧ આમ કુલ ૦૪ પાંજરા મૂકવામાં આવ્યા હતા. જે પૈકી પાવ ગામે મુકેલ પાંજરામાં તા.૧૫/૭/૨૦૨૦ રાત્રીના આશરે ૩.૩૦ વાગ્યાના અરસામાં દીપડો ખોરાકની શોધમાં આવતા પાંજરે પુરાયો હતો. તે બાબતની જાણ વનવિભાગ ને થતાં દોડી આવી પાંજરે પુરાયેલ દીપડાની અંદાજિત ઉં.૧૩ થી ૧૪ વર્ષની અને નર દીપડો હોવાનું બહાર આવ્યું હતું. ત્યાર બાદ દીપડાને બારીઆ ખાતે લાવી જરૂરી તબીબી ચકાસણી કરાવી દીપડાને હાલ ધોબીકૂવા રેસક્યું સેન્ટર ખાતે મોકલવા અર્થે તજવી હાથ ધરવામાં આવેલ છે.