Friday, 18/10/2024
Dark Mode

ગરબાડા તાલુકામાં ખાતરની અછત ને લઇને ખેડૂતો ચિંતિત:કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ રોજ ધોયેલા મોઢે પરત ફરવાનો વારો:ખાતર લેવા ખેડૂતોની ભીડ ઉમડતા શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા

ગરબાડા તાલુકામાં ખાતરની અછત ને લઇને ખેડૂતો ચિંતિત:કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ રોજ ધોયેલા મોઢે પરત ફરવાનો વારો:ખાતર લેવા ખેડૂતોની ભીડ ઉમડતા શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા

  વિપુલ જોષી @ ગરબાડા 

ગરબાડા તાલુકામાં ખાતર ની અછત ને લઇને ખેડૂતો ચિંતિત:કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ રોજ ધોયેલા મોઢે પરત ફરવાનો વારો,હાલમાં આઠ-દસ દિવસમાં માત્ર એક જ ગાડી ખાતર આવતા ખેડૂતોને ભારે હાલાકી,કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટન્ટના ઉડ્યા ધજાગરા 

ગરબાડા તા.11

હાલમાં ચોમાસાના આગમન બાદ ગરબાડા તાલુકામાં મોટા ભાગના ધરતીપુત્રોએ વાવણી કરી દીધેલ હોય તો બીજી તરફ પંથકમાં ખાતરની અછત સર્જાવાના કારણે ધરતી પુત્રોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.કલાકો સુધી દરરોજ લાઈનમાં ઊભા રહ્યા બાદ ધોયેલા મોઢે પરત જવું પડી રહ્યું છે.એક સમય હતો જ્યારે ગરબાડા ખરીદ વેચાણ સંઘમાં વરસનું ૧૫૦૦થી ૨૦૦૦ ધન જેટલું ખાતર આવતું હતુંઅને વેચાતું હતું.જ્યારે હાલમાં આઠ-દસ દિવસમાં ખાતરની માત્ર એક જ ગાડી આવી રહી છે.જેમાં પાંચસોથી સાડા પાંચસો બોરી આવે છે.જ્યારે સામે ખાતર લેવા વાળાની સંખ્યા હજારોમાં છે.જેના કારણે કોરોના મહામારીમાં સોશિયલ ડીસ્ટનસના પણ ધજાગરા ઊડી રહ્યા છે.બીજી તરફ હાલમાં થોડા સમય પહેલાં જ ગરબાડા ખરીદ વેચાણ સંઘ પગભર થતા ગુજકો માસોલ દ્વારા તેની ઓફિસ અને ગોડાઉન ગાંગરડી ખસેડવામાં આવ્યું હતું.જેથી કરી બંને વિસ્તારના લોકોને ખાતર નો લાભ મળી શકે પરંતુ ગુજકો માસોલમાં પણ ગરબાડા ખરીદ વેચાણ સંઘ જેવી જ પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વહેલી તકે ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે તે અતિ આવશ્યક બાબત બની છે

ઉપલી કક્ષાએથી ખાતર ખુબ ઓછું આવતું હોવાના કારણે વિકટ પરિસ્થિતિ ઉભી થઇ છે.અનેકવાર રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય છે :-મોહનભાઈ હઠીલા ( ગરબાડા ખરીદ વેચાણ સંઘના મેનેજર)

 હાલમાં દર અઠવાડિયે ખાતરની એક ગાડી આવે છે.જેમાં સાડા પાંચસોથી પાંચસો બોરી જેટલું જ ખાતર આવે છે.તેની સામે ખાતર લેવા વાળાની સંખ્યા ૧૫૦૦ થી ૨૦૦૦ ની હોય છે.જેથી પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની જાય છે.ખાતર કોને આપવુ અને કોને ન આપવું જે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉપલી કક્ષાએ પણ રજૂઆતો કરવામાં આવી છે.પરંતુ પરિણામ શૂન્ય છે.

 ખાતર લેવા એક અઠવાડિયાથી કલાકો સુધી લાઈનમાં ઉભા રહી ધક્કા ખાઈ રહ્યા છે.પણ ખાતર મળ્યું નથી :- ભાભોર પ્રતાપભાઈ ગુલાબભાઈ ( ગુંગરડી,સીગા મોવડા ફળિયું) 

ગરબાડા તાલુકામાં ખાતરની અછતને લઇને પાછલા અઠવાડિયાથી દરરોજ ખાતર લેવા માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહીએ છીએ પરંતુ ખાતરના ડેપો વાળા ખાતર આવશે તો આપીશું તેઓ જવાબ આપે છે.

error: Content is protected !!