Thursday, 21/11/2024
Dark Mode

કોરોના કાળમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરોનો નવતર કીમીયો:ગરબાડા ચોકડી પાસેથી એમ્બ્યુલન્સમાં લઇ જવાતો વિદેશી દારુ તેમજ બિયરનો જથ્થો ઝડપાયો:બે કેરિયરોની ધરપકડ

કોરોના કાળમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરોનો નવતર કીમીયો:ગરબાડા ચોકડી પાસેથી એમ્બ્યુલન્સમાં લઇ જવાતો વિદેશી દારુ તેમજ બિયરનો જથ્થો ઝડપાયો:બે કેરિયરોની ધરપકડ

  જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.૧૧

દાહોદ જિલ્લાના દાહોદ નગરના ગરબાડા રોડ ખાતેથી એલસીબી પોલીસને  એમ્બ્યુલન્સમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે વોચ ગોઠવી ઉભી હતી.તેવામાં એક એમ્બ્યુલન્સ ત્યાથી પસાર થતાં એલસીબી પોલીસે એમ્બ્યુલેન્સને અટકાવી તેની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂા.૩૨,૪૮૦ નો જથ્થા સાથે એમ્બ્યુલેન્સ વિગેરે મળી કુલ રૂા.૩,૩૨,૯૮૦ ના મુદ્દામાલ સાથે બે ઈસમોની અટકાયત કર્યાનું જાણવા મળે છે.

કોરોના મહામારીમાં બુટલેગર તત્વો દ્વારા વિદેશી દારૂની હેરફેર માટે નવા નવા કિમીયા અજમાવી વિદેશી દારૂની હેરફેર કરવા સક્રિય બન્યા છે. ત્યારે વિદેશી દારૂની બદીને કડક રીતે ડામી દેવા એલસીબીના પીઆઇ બીડી શાહના માર્ગદર્શનમાં એલસીબી પીએસઆઇ પીએમ મકવાણા સહિત તેમની ટીમને બાતમીના આધારે શહેરના ગરબાડા ચોકડી પર વોચમાં ઉભા હતા તે સમયે કિશોરભાઈ  શંભુભાઈ ભાવરીયા (રહે.રાજકોટ, ગોંડલ), રમેશભાઈ ઉર્ફે કમલેશભાઈ રોજાશા (રહે.રાજકોટ,ગોંડલ) તથા એક અજાણ્યા ઈસમ એમ ત્રણેય જણા એક એમ્બ્યુલન્સમાં સવાર થઈ ગરબાડા ચોકડી પરથી પસાર થઈ રહ્યા હતા.તે સમયે વોચમાં ઉભેલ લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમને  જાેઈ અજાણ્યો ઈસમ નાસી ગયો હતો.જ્યારે બીજા બે વ્યક્તિઓની પોલીસે અટક કરી એમ્બ્યુલેન્સની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની બોટલો નંગ. જેની કુલ કિંમત રૂા.૩૨,૪૮૦, એમ્બ્યુલેન્સની કિંમત રૂા.૩ લાખ તથા ઝડપાયેલ ઈસમોની અંગ ઝડતીમાં મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂા.૩,૩૨,૯૮૦ ના મુદ્દામાલ સાથે દાહોદ એલ.સી.બી.પોલીસે બંન્નેને ઝડપી પાડી સઘન પુછપરછનો ધમધમાટ શરૂ કર્યાે છે.

error: Content is protected !!