Monday, 07/07/2025
Dark Mode

દાહોદ જિલ્લામાં આર્મીમેન સહીત ત્રણ લોકો કોરોના પોઝીટીવ નોંધાયા:દાહોદમાં કોરોના પોઝીટીવ નો કુલ આંક 124 પર પહોંચ્યો:67 એક્ટિવ કેસો હોસ્પિટલમાં સારવાર હેઠળ…

દાહોદ જિલ્લામાં આર્મીમેન સહીત ત્રણ લોકો કોરોના પોઝીટીવ નોંધાયા:દાહોદમાં કોરોના પોઝીટીવ નો કુલ આંક 124 પર પહોંચ્યો:67 એક્ટિવ કેસો હોસ્પિટલમાં સારવાર હેઠળ…

   જીગ્નેશ બારીયા @  દાહોદ 

દાહોદ તા.11

દાહોદ જિલ્લામાં આજરોજ વધુ ત્રણ પોઝીટીવ કેસો નોંધાવા પામ્યા છે.છેલ્લા એક અઠવાડિયાથી સાગમટે કોરોના પોઝીટીવ કેસો સામે આવ્યા બાદ આજરોજ એક આર્મીના જવાન સહીત ત્રણ પોઝીટીવ કેસોથી આરોગ્ય વિભાગે આંશિક રાહત થઇ હતી. આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે 201 જેટલાં સેમ્પલો કલેક્ટ કરી તપાસ અર્થે મોકલ્યા હતા. જે પૈકી 198 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા તેમજ 60 વર્ષીય સુકલીબેન વીરસીંગભાઈ પરમાર રહે. ભીલવાડા, 56 વર્ષીય દિલીપભાઈ ગોપાલદાસ લખવાની દાહોદ તેમજ 29 વર્ષીય શંકરભાઇ ગોગાભાઈ ગમારભાઈ(આર્મીમેન) જે શ્રીનગર થી પોતાના વતન લીમખેડા ખાતે આવ્યા હતા સહીત વધુ ત્રણ પોઝીટીવ કેસો નોંધાવા પામ્યા છે.જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં સરકારી કોરોનટાઇન તેમજ હોમ કોરોનટાઇન કરી કુલ 8169 લોકોના સેમ્પલ એક્ત્ર કરી ચકાસણી અર્થે મોકલવામાં આવ્યાં હતાં.તે પૈકી 7856 લોકોના રિપોર્ટ નેગેટિવ આવવા પામ્યા છે.જ્યારે તા.11.7 2020 ના રોજ કલેક્ટ કરેલા 192 સેમ્પલોના રિપોર્ટ હાલ પેન્ડિંગ છે.જોકે દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમિતના કુલ 124  કેસો નોંધાવવા પામ્યા છે.જોકે 51 લોકો કોરોના મુક્ત થઈ હોસ્પિટલમાંથી ઘરે જતા રહેતા હાલ 67 એક્ટિવ કેસો અત્રેના હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.જ્યારે 6 લોકોનું કોરોના ના કારણે મૃત્યુ નિપજ્યા હોવાના પણ અહેવાલો પણ  પ્રાપ્ત થયા છે.

error: Content is protected !!