Sunday, 08/09/2024
Dark Mode

દે.બારીયા:ઘરના આંગણામાં રમતા 11 વર્ષીય બાળકને દીપડો 100 મીટર ખેંચી ગયો:ગંભીરરીતે ઈજાગ્રસ્ત બાળકને સારવારઅર્થે વડોદરા ખસેડાયો:દાહોદ જિલ્લામાં દીપડાઓના માનવ વસાહતમાં ઘુસી હુમલાના વધતા જતા બનાવોથી પંથકમાં ભયની સાથે ફફડાટ ફેલાયો

  મઝહર અલી મકરાણી @ દે.બારીયા 

દે.બારીયા:ઘરના આંગણામાં રમતા 11 વર્ષીય બાળકને દીપડો 100 મીટર ખેંચી ગયો:ગંભીરરીતે ઈજાગ્રસ્ત બાળકને સારવારઅર્થે વડોદરા ખસેડાયો:દાહોદ જિલ્લામાં દીપડાઓના માનવ વસાહતમાં ઘુસી હુમલાના વધતા જતા બનાવોથી પંથકમાં ભયની સાથે ફફડાટ ફેલાયો

ધાનપુર તાલુકાના આમલી  મેનપૂર ગામે ઘરના આગણ માંથી બેઠેલ બાળક ને દીપડો ઉઠાવી જતા ફફડાટ ફેલાયો:બાળકને ઘરના આંગણા માંથી ઉપાડી લઇ ગયો.દીપડો બાળકને ગળાના ભાગે પકડી ૧૦૦ મીટર સુધી ખેંચી ગયો, અફાટ વનરાજી થી ઘેરાયેલા દાહોદ જિલ્લામાં મોટી સંખ્યામાં દીપડા વસવાટ: દે.બારીયા ધાનપુર સહીતના વિસ્તારોમાં દીપડાઓના માનવ વસ્તીમાં ઘુસી હુમલો કરવાના બનાવોમાં નોંધપાત્ર વધારો:ખોરાકની શોધમાં વિચારણ કરતા કરતા હિંસક વન્ય પ્રાણી માનવ વસાહતમાં ઘુસી હુમલાઓના વધતા જતા બનાવોથી પંચકમાં ભયની સાથે ફફડાટ નો માહોલ બે દિવસ અગાઉ પણ ફતેપુરાના જગોલામાં ખેતરમાં કામ કરી રહેલા બે વ્યક્તિઓ પર દીપડાએ હુમલો કર્યો હતો જેમાં એક વ્યક્તિની આંખ પણ ફોડી નાખ્યાનો બનાવ, વન અધિકારીઓ દીપડાને પકડવા પાંજરૂ મુકી પકડવાની પાંજરૂ મુકી પકડવાની તજવીજ હાથ ધરાઈ, 

દાહોદ તા.11

દાહોદ જિલ્લાના ધાનપુર, દે.બારિયા અને ફતેપુરા તાલુકામાં એક પછી એક એમ દીપડાના અનેક હુમલા વધવા લાગ્યા છે. અગાઉ બે દિવસ પહેલા ફતેપુરા જંગલોમાં ખેતરમાં કામ કરી રહેલા વ્યક્તિઓ પર દીપડાએ હુમલા કર્યો હતો અને એક યુવકની આંખ પણ ફોડી નાખી હતી. ત્યારે દે.બારિયા અને ધાનપુર સહિત વિસ્તારોમાં દીપડાઓના માનવ વસ્તીમાં ઘુસી હુમલા કરવાના બનાવોમાં નોધપાત્ર વધારો થવા પામ્યો છે. ત્યારે ગત રાતે તા.૧૦ જૂન ૨૦૨૦ ના વધુ એક દીપડાનો હુમલા જેમાં ધાનપુર તાલુકાના આમલીમેનપુર ગામના ભગત ફળિયામાં રહેતા રૈલેશભાઈ (બાળક) દિતાભાઈ પલાસ ઉ.૧૧ ઘરના આંગણે બેઠેલ ત્યારે જંગલ તરફ થી આવેલ દીપડાએ રૈલેસને ગળાના ભાગે પકડી લઇ ૧૦૦ મીટર જેટલું ઘસેડતા પરિવારના લોકોએ બૂમાબૂમ કરતા દીપડો (રૈલેસ) બાળકને છોડી ભાગી ગયો બાળકને ગળાના ભાગે ઈજાઓ થતા ૧૦૮ મારફતે નજીકના દાહોદ અને ત્યાર બાદ વડોદરા ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ બનાવની જાણ સ્થાનિક વનવિભાગને થતાં વનવિભાગના અધિકારી શ્રી આર.એમ.પરમાર (નાયબ વન સંરક્ષક – બારીઆ),શ્રી આર.એસ.પૂવાર (મદદનીશ વન સંરક્ષક – બારીઆ), શ્રી આર.એમ.પુરોહિત આર.એફ.ઓ- બારિયા અને ધાનપુર સહિત આખી ટીમ દોડી આવ્યા અને દીપડાને પકડવા માટે અનેક જગ્યાએ પાંજરા મૂકવાની તજવી હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!