Friday, 18/10/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમિત કેસોનો સિલસિલો છઠ્ઠા દિવસે યથાવત:7 માસ ના બાળક તેમજ એક મીડિયાકર્મી સહીત 8+1=9 લોકો પોઝીટીવ આવતા હાહાકાર મચ્યો:કોરોના સંક્રમિત એક્ટિવ કેસોનો આંકડો 66 પર પહોંચ્યો

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમિત કેસોનો સિલસિલો છઠ્ઠા દિવસે યથાવત:7 માસ ના બાળક તેમજ એક મીડિયાકર્મી સહીત 8+1=9 લોકો પોઝીટીવ આવતા હાહાકાર મચ્યો:કોરોના સંક્રમિત એક્ટિવ કેસોનો આંકડો 66 પર પહોંચ્યો

     જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.10

દાહોદ જિલ્લામાં સતત છઠ્ઠા દિવસે પણ કોરોના કાળો કેર વર્ત્યો છે.છેલ્લા કેટલાય દિવસથી કોરોના સંક્રમિત કેસોમાં નોંધપાત્ર વધારો થતાં આરોગ્ય તંત્ર સહીત વહીવટી તંત્રની કામગીરી વધી જવા પામી છે.આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે 193 જેટલાં સેમ્પલો કલેક્ટ કરી તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા જે પૈકી 184 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા જ્યારે 8+1= 9 જેટલાં રિપોર્ટ પોઝીટીવ આવતા શહેર સહીત જિલ્લામાં ખળભળાટ સહીત ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ વકરતા કોરોના સંક્રમિત દર્દીઓમાં દિન પ્રતિદિન વધવા પામતા આરોગ્ય વિભાગ સહીત સંલગ્ન વિભાગોમાં કામગીરી પણ વધવા પામી છે.જ્યારે દાહોદ શહેરના નાના ડબગરવાડ તેમજ ઘાંચીવાડ વિસ્તારમાં કોરોના વાયરસે કોમ્યુનિટી ટ્રાન્સમિશનમાં પરિવર્તિત થતાં દાહોદ શહેરમાં આવનારા દિવસોમાં આ વિસ્તારોમાંથી કોરોના સંક્રમિતના કેસો વધારે પ્રમાણમાં નોંધાશે તેમાં કોઈ બે મત નથી.અને હાલની પરિસ્થિતિ જોતા આ બન્ને વિસ્તારોમાંથી જો વધારે કેસો નોંધાશે તો આ બન્ને વિસ્તારો કોરોનાનો હોટસ્પોટ બની જશે તેમાં કોઈ શંશય નથી જ્યારે છેલ્લા અઠવાડિયામાં સામે આવેલા કેસોમાં મોટાભાગના દર્દીઓ પારિવારિક સંક્રમણમાં આવી સંક્રમિત થયા હોવાનું સપાટી પર આવ્યું છે.હાલ આરોગ્ય વિભાગ દ્વારા આ બન્ને વિસ્તારોને સીલ કરી મેક્સિમમ ટ્રેસીંગ તેમજ સૅનેટાઇઝ સહીતની કામગીરીમાં જોતરાઈ ગયું છે.તેમજ શહેર સહીત જિલ્લાના અન્ય વિસ્તારોમાં નોંધાયેલા કોરોના પોજીટીવ દર્દીઓની ટ્રેસીંગ કરી તેમની ટ્રાવેલ હિસ્ટ્રીની ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી તેઓના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ આદરી કોરોનટાઇન કરવાની તજવીજ હાથ ધરાઈ છે.આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે 193 જેટલાં સેમ્પલો કલેક્ટ કરી ચકાસણીઅર્થે મોકલવામાં આવ્યા હતા જે પૈકી 184 સેમ્પલો નેગેટિવ આવવા પામ્યા છે જ્યારે (1) 48 વર્ષીય સિદ્દીક રજાક ભૂલા રહે. મંડી નગર દાહોદ, (2)7 માસ વિહાન સમીરભાઈ દેવડા, ડબગરવાડ(3)લક્ષ્મીકાંત પંચાલ, બલૈયા(4)46 વર્ષીય ગીતાબેન નગીનભાઈ મારવાડી રહે.જૂની કોર્ટ દાહોદ,(5)35 વર્ષીય જીતેન્દ્ર ભાઈ દયાભાઇ દેવડા,રહે.લીમડી, ઝાલોદ (6)મુકેશભાઈ ખીમચંદભાઈ માખીજાની દર્પણ રોડ,દાહોદ, (7)42 વર્ષીય મોહમ્મદ આરીફ અબ્દુલ રશીદ શેખ,રહે.કસ્બા દાહોદ, (8) ચૌહાણ નિખિલકુમાર જી. વાવડી દે. બારીયા (9)રવીન્દ્ર રમણલાલ શાહ રહે.મેઈન બજાર ફતેપુરા જે હાલ વડોદરા સારવાર લઇ રહ્યા છે.તેઓના સહીત  9 લોકો કોરોના પોઝીટીવ આવતા શહેર સહીત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં સરકારી કોરોનટાઇન તેમજ હોમ કોરોનટાઇન કરી કુલ 7979 લોકોના સેમ્પલ એક્ત્ર કરી ચકાસણી અર્થે મોકલવામાં આવ્યાં હતાં.તે પૈકી 7655 લોકોના રિપોર્ટ નેગેટિવ આવવા પામ્યા છે.જ્યારે તા.07.07.2020 ના રોજ નો એક સેમ્પલ, તા.08.07.2020 ના રોજ કલેક્ટ કરેલા 193 સેમ્પલો તેમજ તા.09.7 2020 ના રોજ કલેક્ટ કરેલા 201 સેમ્પલો મળી હાલ કુલ 211 સેમ્પલોના રિપોર્ટ હાલ પેન્ડિંગ છે.જોકે દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમિતના કુલ 122  કેસો નોંધાવવા પામ્યા છે.જોકે 50 લોકો કોરોના મુક્ત થઈ હોસ્પિટલમાંથી ઘરે જતા રહેતા હાલ 66 એક્ટિવ કેસો અત્રેના હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.જ્યારે 6 લોકોનું કોરોના ના કારણે મૃત્યુ નિપજ્યા હોવાના પણ અહેવાલો પણ  પ્રાપ્ત થયા છે.

error: Content is protected !!