Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ ટાઉન પોલીસને મળી સફળતા:બે બાઇકચોરોને 13 મોટરસાઇકલ મળી સવા લાખ રૂપિયા ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા:વાહનચોરીના 7 ગુનાઓનો ભેદ ઉકેલાયો

દાહોદ ટાઉન પોલીસને મળી સફળતા:બે બાઇકચોરોને 13 મોટરસાઇકલ મળી સવા લાખ રૂપિયા ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા:વાહનચોરીના 7 ગુનાઓનો ભેદ ઉકેલાયો

        જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.૦૩

દાહોદ શહેર સહિત દાહોદ તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી મોટરસાઈકલ ચોરો સક્રિય બની તાલુકામાંથી ઘણી મોટરસાઈકલોની ચોરી કરી હતી. આ બનાવોની ગંભીરતાને ધ્યાને લઈ દાહોદ જિલ્લા પોલિસ અધિક્ષક હિતેશ જાયસરની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ શહેર પોલીસે દાહોદ શહેર સહિત તાલુકામાં જુદી જુદી ટીમો બનાવી કોમ્બીંગ હાથ ધરતા મળેલ બાતમીના આધારે દાહોદ શહેરમાંથી બે શંકાસ્પદ ઈસમોને ચોરીની મોટરસાઈકલ સાથે ઝડપી પાડી તેઓની સઘન પુછપરછ કરતાં પોલીસ ચોંકી ઉઠી હતી. આ બંન્ને ઈસમો પૈકી બીજા એક સાગરિતની મદદથી આ ચોર ઈસમોએ દાહોદ શહેર સહિત તાલુકામાંથી કુલ ૧૩ મોટરસાઈકલો ચોરી કરી હોવાની કબુલાત કરતા પોલીસે એકના ઘરેથી આ મોટરસાઈકલો જપ્ત કરી કુલ રૂ.૧,૨૯,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યાનું જાણવા મળે છે.

દાહોદ શહેર પોલિસની ટીમે જુદી જુદી ટીમો બનાવ શહેર સહિત તાલુકામાં કોમ્બીંગ હાથ ધરી વોચ ગોઠવી હતી. આ દરમ્યાન મળેલ બાતમીના આધારે દાહોદ શહેરમાંથી ચોરીની મોટરસાઈકલ સાથે પસાર થતાં વિષ્ણુભાઈ છીતુભાઈ નિનામા (રહે. વડબારા, નિનામા ફળિયુ,દાહોદ) તથા રાજુભાઈ નરસીંગભાઈ મહીડા (રહે. ખટામા, જિ.ઝાબુઆ,મધ્યપ્રદેશ) નાઓની પોલીસે અટકાયત કરતા સઘન પુરછપરછ કરતાં ચોંકાવનારી માહિતી મળી હતી. ઉપરોક્ત ઈસમોએ પોતાના સાગરીત વિજયભાઈ કિર્તનભાઈ નિનામા( રહે.વડબારા,નિનામા ફળિયુ,તા.દાહોદ) ની સાથે મળી દાહોદ શહેર સહિત તાલુકામાંથી કુલ ૧૩ મોટરસાઈકલોની ઉઠાંતરી કરી હતી. આ માહિતી મળતાની સાથે જ પોલીસે વિજયભાઈના ઘરે જઈ તપાસ હાથ ધરતા તેના ઘરેથી ૧૩ ચોરીની મોટરસાઈકલો મળી આવી હતી. આ દરમ્યાન આ વિજય ઘરે હાજર ન હોવાથી પોલીસ તેને પકડી શકી નથી. આમ, પોલીસે વિષ્ણુભાઈ અને રાજુભાઈની અટકાયત કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા અને ફરાર વિજયની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે. પોલીસે ૧૩મોટરસાઈકલ જેની કુલ કિંમત રૂ.૧,૨૯,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી મોટરસાઈકલની ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલ્યો છે ત્યારે આ ઝડપાયેલ ઉપરોક્ત બંન્ને ઈસમોની સઘન પુછપરછ કરવામાં આવે તો અનેક સઘળી હકીકત બહાર આવે તેમ છે.

error: Content is protected !!