Thursday, 21/11/2024
Dark Mode

દાહોદમાં કોરોના વિસ્ફોટ:ગોધરાના શિક્ષક સહીત સાગમટે 8 જેટલાં કોરોના પોઝીટીવના કેસો નોંધાતા શહેર સહિત જિલ્લામાં ખળભળાટ:જિલ્લામાં કોરોનાના કુલ 70 કેસો નોંધાયા:21 એક્ટિવ કેસો હોસ્પિટલમાં

દાહોદમાં કોરોના વિસ્ફોટ:ગોધરાના શિક્ષક સહીત સાગમટે 8 જેટલાં કોરોના પોઝીટીવના કેસો નોંધાતા શહેર સહિત જિલ્લામાં ખળભળાટ:જિલ્લામાં કોરોનાના કુલ 70 કેસો નોંધાયા:21 એક્ટિવ કેસો હોસ્પિટલમાં

     જીગ્નેશ બારીયા  @ દાહોદ 

દાહોદમાં કોરોના વિસ્ફોટ:દાહોદમાં સાગમટે કોરોના પોજીટીવના 7 કેસો નોંધાયા,વીતેલા 8 દિવસમાં 19 જેટલાં પોઝીટીવ કેસો નોંધાતા આરોગ્ય વિભાગ સહિત વહીવટી તંત્ર પણ ચિંતામાં મુકાયું,જિલ્લામાં લોકલ સંક્રમણ વધવા પામતા શહેર સહીત જિલ્લાવાસીઓમાં રીતસરનો ફફડાટ ફેલાયો:નગરજનોએ સતર્કતાની સાથે સામાજિક અંતર તેમજ માસ્ક પહેરવું જનહિતમાં,

દાહોદ તા.05

દાહોદ જિલ્લામાં આજરોજ કોરોના વિસ્ફોટ થતાં શહેર સહીત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.વધુ જાણવા મળ્યા મુજબ આરોગ્ય વિભાગ દ્વારા 162 જેટલાં સેમ્પલો કલેક્ટ કરી પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા.જેમનો રિપોર્ટ આજરોજ આવતા 162 લોકોના સેમ્પલો પૈકી 155 લોકોના રિપોર્ટ નેગેટિવ આવવા પામ્યા હતા.જ્યારે મધ્ય પ્રદેશના એક વ્યક્તિ સહીત સાગમટે 7 લોકો કોરોના પોઝીટીવ નોંધાવા પામ્યા છે. ગઈકાલે સાંજે બે દર્દીઓ કોરોના મુક્ત થઇ ઘરે જતા આજરોજ  સાત જેટલાં પોઝીટીવ કેસો સહીત કુલ 21 એક્ટિવ કેસો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.જ્યારે બીજી તરફ મુળ દાહોદના રહેવાસી અને હાલ ગોધરાના રહેવાસી શિક્ષક પણ કોરોના પોઝીટીવ નોંધાવા પામતા દાહોદના પોર્ટલ પર આજે કુલ 8 પોઝીટીવ કેસ નોંધાવવા પામ્યા છે.

કોરોના મહામારી હવે ધીમાં પગે લોકલ ટ્રાન્સમિશનમાં પગપેસારો કરી રહી છે. જેના લીધે દિન પ્રતિદિન આ મહામારીના કેસોમાં ઉછાળો આવવા પામ્યો છે.અનલોક 2 ના પ્રથમ અઠવાડિયામાં એટલે કે વીતેલા 8 દિવસમાં કુલ 19 જેટલાં કોરોના પોઝીટીવના કેસો સામે આવતા આરોગ્ય તંત્ર સહીત વહીવટીતંત્ર પણ ચિંતાતુર જોવા મળી રહ્યો છે.જોકે લોકલ સંક્રમણના લીધે વધી રહેલા કોરોનાના કેસોને લઇ શહેર સહીત જિલ્લાવાસીઓએ સતર્ક રહેવાની જરૂર છે.જોકે મોટાભાગના દર્દીઓ લોકલ ટ્રાન્સમિશનના લીધે સંક્રમિત થયાં હોવાની માહિતી સપાટી પર આવી છે.જે ખરેખર ગંભીર બાબત છે.જેને લઇ આરોગ્ય સહિત વહિવટી તંત્રમાં દોડધામ માં દ્રશ્યો સર્જાયા છે.દાહોદમાં ગઈકાલે આરોગ્ય વિભાગ દ્વારા 162 જેટલાં લોકોના સેમ્પલો કલેક્ટ કરી તપાસઅર્થે મોકલવામાં આવ્યા હતા.જે પૈકી 155 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.જ્યારે (1) 23 વર્ષીય જયેશ શંકરલાલ મંગલાની રહે.ચાકલીયા રોડ (2) 50 વર્ષીય સેજાદા પાટુક રહે.ખાન ઉકરડા દેસાઈવાડ (3) 23 વર્ષીય ડો.પ્રતીક મોહિતભાઈ દેસાઈ (4)35 વર્ષીય સંતુભાઈ જગદીશભાઈ રહે.અલીરાજપુર મધ્ય પ્રદેશ (5)43 વર્ષીય પવનકુમાર કેવલ ચંદ રહે.ગોધરારોડ (6)દિલીપ નારાયણ તેમજ (7)મહેન્દ્ર દિલીપ રહે.સ્ટેશનરોડ સહીત (8) મહેન્દ્ર ભાઈ પરમાર મુળ રહે.ભોજેલા તા.ફતેપુરા હાલ રહે.ગોધરા પંચમહાલ સહીત 8 લોકો સાગમટે કોરોના પોઝિટિવ નોંધાતા હાહાકાર મચી જવા પામ્યો છે.દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 70 કેસો નોંધાવવા પામ્યા છે. જે પૈકી 47 લોકો કોરોનામુક્ત થઇ જતા હાલ 21 એક્ટિવ કેસો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.જ્યારે એક દર્દીનું વડોદરા ખાતે મૃત્યુ થવા પામ્યું છે.તો બીજી તો બીજી તરફ મૂળ ફતેપુરા તાલુકાના ભોજેલા ખાતેના રહેવાસી અને વ્યવસાયે શિક્ષક તરીકે ફરજ બજાવતા અને હાલ ગોધરાના રહેઠાણ ધરાવતા ૪૭ વર્ષીય મહેન્દ્ર ભાઈ પરમાર નામક વ્યક્તિ કોરોના પોઝિટિવ આવતા તેઓ હાલ સ્વામિનારાયણ હોસ્પિટલ વડોદરા ખાતે સારવાર લઇ રહ્યા છે.તેઓને દાહોદના પોર્ટલ ઉપર કોરોના પોઝીટીવ દર્શાવતા આજરોજ કોરોનાના કેસોમાં વધુ એક ઉમેરો થવા પામ્યો છે. હાલ આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમિત આવેલા દર્દીઓના રહેઠાણ સહીત આસપાસના વિસ્તારોમાં સૅનેટાઇઝ સહીત દવાના છટકાવની કામગીરી પણ કરવામાં આવી રહી છે.

error: Content is protected !!