સિંગવડ તાલુકામાં લોકો માસ્ક પહેરવાનું તેમજ શોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનું ભુલ્યા

Editor Dahod Live
1 Min Read

કલ્પેશ શાહ @ સીંગવડ 

સીંગવડ તા.24

Contents

સીંગવડ તાલુકાના સીંગવડ ગામે સરકારશ્રીના નક્કી કર્યા મુજબ માસ્ક થતા સોશિયલ ડિસ્ટનસનો અભાવ.

સિંગવડ તાલુકાના સિંગવડ બજારમાં સરકારશ્રીના નક્કી કર્યા મુજબ કોરોનાવાયરસના સામે રક્ષણ મળી રહે તે માટે માસ્ક પહેર્યા વગર લોકોની અવર જવર વધારે થવા માંડી છે. તો પણ કોઈપણ સરકારી અધિકારીઓ દ્વારા તેના સામે કોઇપણ જાતની કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવતા લોકો કોરોનાવાયરસ જેવી બીમારી નથી તેમ લાગવા માંડી છે જ્યારે સીંગવડ બજારમાં સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળી રહેતા જ્યાં દેખો ત્યાં ટોળે ટોળા દેખાતા હોય છે જો આ સોશિયલ ડિસ્ટન્સ નહીં રાખવામાં આવે તો આ કોરોના જેવી મહામારી બીમારી આવી જશે તેની ખબર પણ નહીં પડે માટે ખરેખર લોકો દ્વારા આ સરકારના જાહેરનામા ની સાથે ભાગીદારી થઇ ને સોશિયલ ડિસ્ટન્સ તથા માસ્ક વગેરે પહેરી ને બજારમાં આવુંજવું તથા સોશિયલ ડિસ્ટન્સ રાખીને રહેવું તો આ બીમારી એકદમ આપણા ગામડાઓમાં નહિ આવે તેમ છે માટે દુકાનદારો દ્વારા પણ ગ્રાહકોને સોશિયલ ડિસ્ટન્સમા ઉભા રાખવા તથા સરકારી અધિકારીઓ દ્વારા માસ્ક પહેર્યા વગર આવેલા લોકો નો થોડુક ધ્યાન દેવામાં આવે તો આ કોરોનાવાયરસ સામે રક્ષણ મળી રહે તેમ છે.

Share This Article