ફતેપુરાના પીપલારા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચે સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંતર્ગત ભ્રષ્ટાચાર આચર્યો હોવાની મહિલા ઉપસરપંચ દ્વારા ડીડીઓને લેખિતમાં રજૂઆત કરાતાં ખળભળાટ

Editor Dahod Live
2 Min Read

 શબ્બીર સુનેલવાલ @ ફતેપુરા 

ફતેપુરા તા.21

ફતેપુરા તાલુકાના પીપલારા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ગેરરીતિ કરેલ હોયના આક્ષેપ સાથે ડીડીઓને થયેલ રજૂઆત,પીપલારા ગ્રુપ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ એ સ્વાગત કાર્યક્રમમાં ગેરરીતિ બાબતની કરેલ અરજી કરતા મચ્યો ખળભળાટ

ફતેપુરા તાલુકાના પીપલારા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા કામોમાં ગેરરિતી કરેલ હોય અને પોતાની મરજી મુજબનું વહીવટ કરતા હોય કામોમાં થયેલ ગેરરીતીની તપાસ કરવા માટે કેટલા પીપલારા ગ્રુપના ડેપ્યુટી સરપંચ એડ ગંગાબેન માનસિંગભાઈ દ્વારા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં અરજી આપતા ચકચાર મચી જવા પામેલ છે

પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના પીપલારા ગ્રુપ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ગંગાબેન એડ દ્વારા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં જાણ કરેલ છે કે ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા કામોમાં ગેરરીતિ આચરે છે.સીસી રોડના કામો એસ્ટીમેન્ટ મુજબ થયેલ નથી.અને તમામ સી.સી.રોડ તૂટી ગયેલ છે.બોર વિથ મોટરના કામો ત્રણસો ફૂટના નિયમ મુજબ થયેલ નથી મોટર અને વાયર હલકી ગુણવત્તાવાળા છે.લાભાર્થીઓના બોરમાં મોટર ફિટ કરેલ નથી.બારસાલેડા ગામના સમાજ ઘર તેમજ મુખ્ય શાળાનો ઓરડો કબજે કરેલ છે.મંડળમાં કામો બોલાવી ઓન પેપર કામો થયેલ છે સ્થળ પર કામ થયેલ જોવા મળતા નથી.સમશાન ગ્રુહના નાણા ઉપાડી લેવામાં આવેલ છે. પરંતુ સ્મશાન ગૃહ બનેલ નથી.સરક્ષણ દિવાલ બનેલ નથી. સરપંચ પોતાની મરજી મુજબ વહીવટ કરે છે.કામની માહિતી અને રોજ મેલના ઠરાવો આપતા નથી.મરજી મુજબ વિકાસના કામોમાં સને 2016 થી 2020 સુધી ભ્રષ્ટાચાર આચરેલ છે  જેની તપાસ કરવા માટે લેખિતમાં રજૂઆત ડેપ્યુટી સરપંચ દ્વારા લેખિતમાં જિલ્લા વિકાસ અધિકારી દાહોદ સ્વાગત કાર્યક્રમમાં અરજીકર્તા અને અરજી ની નકલ વિકાસ કમિશ્નર ગાંધીનગર ને મોકલતાં ચકચાર મચી જવા પામી છે.

Share This Article