સિંગવડ તાલુકામાં મનરેગાના ચાલતા ચેકડેમોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરાયો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.ત્યારે સિંગવડ તાલુકામાં ચાલતા ચેકડેમોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થવાનો ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.મનરેગાના કામોમાં ઘણા ગામોમાં ચેકડેમો બનાવવામાં આવ્યા હતા તેમાં પણ ઘણા ચેકડેમોમાં તો રીપેરીંગ કરીને જુના ચેકડેમો ને નવા બનાવી દઈ અને તેના નવા ચેકડેમના રૂપિયા લઈ લેવામાં આવ્યા છે.અને ઘણા ચેકડેમો તો જે તેના સરકારી ધારાધોરણ પ્રમાણે બનાવવા જોઈતા હતા.તેના કરતાં પણ તકલાદી બનાવ્યા છે.અને તે પણ તે જો વરસાદનું એક પાણી વધારે પડી જાય તો તે ચેકડેમો ધોવાઈ જાય તેમ છે.માટે સરકાર ખરેખર ચેકડેમોમાં વરસાદના પાણી ભરાય અને તે ખેતી માટે કામ લાગે તેમ કરીને ચેકડેમ બનાવવામાં આવતા હોય છે.છતાં લાગતા વળગતા અધિકારીઓની રહેમનજર હેઠળ ચેકડેમો તકલાદી બનાવીને સરકારના રૂપિયા મફતમાં લઈ લેવામાં આવે છે.તથા ઘણા આગેવાનો દ્વારા તો ખાલી પેપર પરજ ચેકડેમો બનાવીને રૂપિયા લઇ લેવામાં આવે છે.ખરેખર જો ઉચ્ચ કક્ષાએથી નિષ્પક્ષ અને તટષ્ટ તપાસ કરવામાં આવે તો સિંગવડ તાલુકામાં મોટાભાગના ચેકડેમોમાં ઘણું મોટું કૌભાંડ બહાર આવે તેમ છે.આ ચેકડેમો એક લોકમુખે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.