ફતેપુરા:લોકડાઉનમાં તાલુકા કુમાર શાળાની સરાહનીય કામગીરી: શાળામાં મુલાકાતીઓ માટે રજીસ્ટર મુકાયું

Editor Dahod Live
1 Min Read

શબ્બીર સુનેલવાલ @ ફતેપુરા 

ફતેપુરા તાલુકા કુમાર શાળામાં મુલાકાતે માટેનું રજીસ્ટર નિભાવવામાં આવેલ છે.
કોરોના મહામારી લઈને મુલાકાતે માટેનું નિભાવેલ રજીસ્ટર સરાહનીય કામગીરી

ફતેપુરા તા.17

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ તાલુકા કુમાર શાળામાં શાળાની મુલાકાત માટે આવનાર મુલાકાતીઓનું રજીસ્ટર બનાવવામાં આવેલ છે.હાલમાં સમગ્ર દુનિયા તેમજ ભારતમાં કોરોનાવાયરસના મહામારીથી લોકો ત્રાહિમામ પોકારી ગયેલ છે. જેથી અગમચેતી વાપરીને તાલુકા કુમારશાળામાં મુલાકાતી માટેનું રજીસ્ટર નિભાવવામાં આવેલ છે.જેથી ભવિષ્યમાં આ નિભાવેલ રજીસ્ટરનો ઉપયોગ થઈ શકે તાલુકા કુમાર શાળામાં મુલાકાત માટે આવનાર મુલાકાતી નું નામ સરનામું મોબાઇલ નંબર તારીખ વાર કયા કારણસર શાળાની મુલાકાત લેવી પડી તે કારણ વગેરે દર્શાવવું પડે છે ત્યારબાદ મુલાકાતીને તાલુકા કુમાર શાળા માં પ્રવેશ આપવામાં આવતો હોય છે.તાલુકો કુમાર શાળાના આચાર્ય રમેશ ભાઈ કટારાના જણાવ્યા અનુસાર હાલમાં કોરોના મહામારી વાયરસ ફેલાયેલા હોય અગમચેતી વાપરીને મુલાકાતી માટેનું રજીસ્ટર નિભાવવામાં આવેલ છે.

Share This Article