Sunday, 08/09/2024
Dark Mode

સીંગવડ પંથકમાં નગરજનો માસ્ક પહેરવાનું ભૂલતા દંડાયા: રણધીકપુર પોલીસે સાત હજાર ઉપરાંતનો દંડ વસુલ્યો

સીંગવડ પંથકમાં નગરજનો માસ્ક પહેરવાનું ભૂલતા દંડાયા: રણધીકપુર પોલીસે સાત હજાર ઉપરાંતનો દંડ વસુલ્યો

કલ્પેશ શાહ @ સીંગવડ 

સીંગવડ તા.30

સીંગવડ પંથકમાં નગરજનો માસ્ક પહેરવાનું ભૂલતા દંડાયા: રણધીકપુર પોલીસે સાત હજાર ઉપરાંતનો દંડ વસુલ્યો

સીંગવડ પંથકમાં માસ્ક પહેર્યા વગર ઝડપાયેલા લોકો પર પોલીસ તંત્રની લાલ આંખ કરતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.સીંગવડ તાલુકાના સીંગવડ બજારમાં રણધીકપુર પોલીસ દ્વારા માસ્ક વગર ફરતા લોકોને પકડીને રૂપિયા 200 દંડ ફટકારવામાં આવ્યો હતો. ટૂંક સમય પહેલા પણ રણધીકપુર પોલીસ દ્વારા માસ્ક વગર ફરતા લોકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી હતી. ગુરુના મહામારીને નાથવા માટે કેન્દ્ર સરકારના આદેશનું પાલન કરવા માટે માસ્ક નહીં પહેર્યા વગર વાળા ઉપર પોલીસ તંત્ર દ્વારા દંડ વસૂલ કરવાનું સોંપી દેતા રણધીકપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ શ્રીમતી ડી.જે.પ્રજાપતિ તથા ટ્રાફિક પોલીસ રાજેન્દ્રભાઈ તથા એલ આઈ બી પોલીસ શૈલેષભાઈ તથા ટ્રાફિક જીઆરડી વગેરે દ્વારા શીંગવડ બજારમાં માં ઉભા રહીને માસ્ક વગરના લોકો ને ઉભા રાખીને રૂપિયા ૨૦૦નો દંડ પેટે 39 જણાને રૂપિયા ૭,૮૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો હતો તથા અવર જવર કરતા લોકોને સોશિયલ ડિસ્ટન્સની સમજણ આપી હતી. તથા સરકારના નિયમ મુજબ લોકોને ચાલવા જ સૂચના આપવામાં આવી હતી.

error: Content is protected !!