હિતેશ કલાલ @ ફતેપુરા, હિરેન પંચાલ @ઝાલોદ
કોરોના કેસો ની વૃદ્ધિ ને પગલે રાજસ્થાન હસ્તકની તમામ બોર્ડર આગામી 7 દિવસ માટે સીલ કરાઈ,મોના ડુંગર,ફળવા,રામકા મુના, તથા કુસલગઢ ની આંતર રાજ્ય સરહદો સીલ કરાઈ,આવશ્યક ચીજવસ્તુઓ તેમજ મેડિકલ ઇમરજન્સીને છૂટ,પાડોશી રાજ્યમાં નિયંત્રણ લાગુ થયા છે.આપણા ત્યાં કોઈ નિયંત્રણ નથી.પાડોશી રાજ્યમાં સક્ષમ અધિકારીની મંજૂરી લઇ અવર જવર કરી શકાશે રાજ્ય બહારથી આવતા લોકોને બોર્ડર પર રાજ્ય સરકારના પ્રોટોકોલ પ્રમાણે સ્ક્રીનિંગ ફરજીયાત :હિતેશ જોઈસર (જિલ્લા પોલીસ વડા દાહોદ)
ઝાલોદ/સુખસર
કોરોનાના કેસોમાં આવેલી વૃદ્ધિને પગલે રાજસ્થાન સરકાર દ્વારા ફરી કડક વલણ અપનાવવામાં આવ્યું છે.જેમાં રાજસ્થાનની તમામ ની આંતર રાજ્ય હદો ને સીલ કરી દેવામાં આવી છે.જેમાં ઝાલોદ તાલુકા અને ફતેપુરા તાલુકા થી રાજસ્થાન રાજ્ય સાથે જોડતી મોના ડુંગર તથા કુશલગઢ ફળવા રામકા મુન્ના સરહદોને સીલ કરી દેવામાં આવી હતી. તેમજ જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી અને આવન જાવન કરતા વાહનો ને રોકી અને આવ જાવ કરતા રોકવામાં આવ્યા હતા.હવે થી રાજસ્થાન રાજ્યની હદમાં પ્રવેશ કરવા માટે સક્ષમ અધિકારી ની મંજુરી અનિવાર્ય કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાત થી રાજસ્થાન જતા અને રાજસ્થાન થી ગુજરાત આવતા વાહનો તથા લોકોને રોકી દેવામાં આવ્યાં હતા. અને કાયદો વ્યવસ્થા જાળવવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે આપણા પાડોશી રાજ્ય માં જ કોરોના ની વૃદ્ધિ ને પગલે આવો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત માં પણ કોરોના ની વૃદ્ધિ છતાં આપવામાં આવી રહેલી છૂટ ને પગલે, આવનાર સમયમાં કેસ વધે તો નવાઈ નહીં!!!