સંતરામપુર:લઘુમતી સમાજ તરફ પીપીઈ કીટ જિલ્લા વહીવટીતંત્રને અર્પણ કરાઈ

Editor Dahod Live
1 Min Read

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

હું પણ કોરોના વોરિયર સૌથી મોટો ધર્મ માનવ ધર્મ આવા કપરા સમયમાં પણ લઘુમતી સમાજ માંથી pp કીટ જિલ્લા વહીવટીતંત્રને અર્પણ કરવામાં આવી.સંતરામપુરના હાજી સુફી રઝવી કોઠારી તેમજ અનુયાયીઓ દ્વારા ૫૦ પીપીઇ કીટ જિલ્લા વહીવટીતંત્રને અર્પણ કરાઇ 

વિશ્વમાં ફેલાયેલ કોરોના સંક્રમણની સામે કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવાર માટે પોતાની કે પોતાના પરિવારની સહેજ પણ ચિંતા કર્યા સિવાય સતત રાત-દિવસ જોયા વગર સારવાર કરી રહેલા તબીબો નર્સો અને સહાયક સ્ટાફની સલામતી પણ એટલી જ જરૂરી છે.

આવા ફ્રન્ટલાઈન કોરોના વોરિયરની સલામતી અને સુરક્ષાની ચિંતા કરીને વર્લ્ડ સુફી પીસ – ખાનકાઉ મહફીલે હંસની આશ્રમ દરગાહ સુફી અબ્દુલ ગફાર શાહ (ર.અ) સંતરામપુરના હાજી સુફી રઝવી કોઠારી તેમજ તેમના અનુયાયીઓ દ્વારા મહિસાગર જિલ્લાના આરોગ્ય કર્મીઓ માટે જિલ્લા કલેકટર શ્રી આર.બી. બારડ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.એસ. બી. શાહને ૪૦ નંગ અને લુણાવાડા નગરપાલિકાના હેલ્થ સેન્ટરના ૧૦ મળી કુલ ૫૦ નંગ પીપીઇ કીટ અર્પણ કરી હતી.

જિલ્લા કલેકટર શ્રી આર.બી. બારડે સુફી પીસ સંસ્થાના હાજી સુફી રઝવી કોઠારીના આરોગ્ય કર્મીઓની સલામતી અને સુરક્ષાની ચિંતા કરીને માનવીય અભિગમની ઉદાત ભાવનાને બિરદાવી હતી.

Share This Article