સિંગવડ તાલુકામાં કલેક્ટરના જાહેરનામાનાનો ભંગ થતો જોવા મળ્યો હતો.રવિવારે પણ કેટલીક દુકાનદારોએ પોતાના ધંધા રોજગાર ચાલુ રાખતા ગ્રામ પંચાયતના લોકોને સૅનેટાઇઝીંગ સહીતની કામગીરીમાં હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સિંગવડ તાલુકામાં કલેક્ટરના રવિવાર બંધના જાહેરનામાનાનો સિંગવડ બજારમાં મિશ્ર પ્રતિસાદ દેખવા મળ્યો હતો. તથા નાનીનાની દુકાનો વાળાઓ દ્વારા દુકાનો બંધ રાખવામાં આવી હતી.જ્યારે ઘર દુકાન એક વાળાઓ લોકો દ્વારા એક દરવાજો ખૂલ્લો રાખીને ધંધો કર્યો હતો જો કલેકટરશ્રી ના જાહેરનામું અનલોક 1 માં રવિવારે બંધ રાખવાનું હતું. રણધીકપુર પોલીસ દ્વારા આખા બજારમાં બંધ કરવા માટે જણાયા છતાં દુકાનદારોએ એક દુકાન નો દરવાજો ખૂલ્લો રાખીને દુકાનો ચાલુ રાખ્યા હતા.જ્યારે નાના નાના દુકાનદારોને દુકાન નહી ખુલતા તેમને શોષણનો વારો આવ્યો હતો.જો સરકારશ્રીના જાહેરનામાનો ભંગ થતો હોય અને લોકો મોટી મોટી દુકાનદારો ધંધો કરતા હોય તો નાના ગલ્લાવાળાઓને એમનો શું વાંક તેમને સોસાવાનો વારો આવે છે.શું સરકારી અધિકારીઓ દ્વારા આવા દુકાનદારો સામે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે તો નાના દુકાનદારોને રાહત મળે એવું લાગે છે.માટે સરકારી તંત્ર દ્વારા ફરી આવું ન બને અને બધાને ન્યાય મળી રહે તેવું કરવામાં આવે તેવી નાના દુકાનદારો ની માંગ છે.