સિંગવડના આર્ટ્સ કોલેજના એનએસએસ યુનિટ દ્વારા નગરમાં માસ્કનું વિતરણ કરાયું

Editor Dahod Live
1 Min Read

કલ્પેશ  શાહ @ સીંગવડ 

સિંગવડ તાલુકા ના આર્ટ્સ કોલેજ ના એનએસએસ યુનિટ દ્વારા સમગ્ર બજારમાં માસ્ક નું વિતરણ કરાયું

સીંગવડ તા. 6

સીંગવડ તાલુકાના શ્રી એસ.આર ભાભોર આર્ટ્સ કોલેજના એન.એસ.એસ યુનિટ દ્વારા બજારમાં ફરીને કોરોનાવાયરસ 19 જાગૃતિ અભિયાન તથા સામાજિક અંતર હાથ ધોવા તથા માસ્ક પહેરીને ફરવા નું વગેરે માટે માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં કોલેજના એનએસએસ યુનિટ ના પી ઓ ડોક્ટર મહેશ પટેલે સ્વયંસેવકોને પ્રોત્સાહન આપ્યું હતું તથા આ અભિયાન મા રણધીકપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી કે જાદવ સાહેબ તથા પોલીસ સ્ટાફ પણ જોડાયા હતા અને કોલેજ ના એન.એસ.એસ.ના સ્વયંસેવકો દ્વારા પોતાની જાતે બનાવેલા 500 માસ્કનું સિંગવડ બજારમાં શાકભાજીવાળા ફેરિયાઓ તથા બજારમાં માસ્ક વગર ફરતા લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું તથા રણધીકપુર પોલીસ સ્ટાફને સાથે રાખી ને કોરોના મહામારી ૧૯ થી બચવા કેવા ઉપાયો કરી શકાય તે અંગેની જાણકારી આપવામાં આવી હતી આ રીતે એન.એસ.એસ દ્વારા એક સારું કાર્ય કરવામાં આવ્યું હતું

Share This Article