ફતેપુરાના ઢઢેલામાં 38 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર

Editor Dahod Live
1 Min Read

શબ્બીર સુનેલવાલ @ ફતેપુરા 

ફતેપુરા તાલુકાના ઢઢેલા ગામે યુવકે અગમ્ય કારણસર ગળેફાસો ખાઇ આત્મહત્યા કરતા ચકચાર

ફતેપુરા તા.06

ફતેપુરા તાલુકાના ઢઢેલા ગામે તળગામ ફળિયામાં રહેતા ૩૮ વર્ષ યુવક ગળેફાસો ખાઇ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામેલ છે ફતેપુરા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના તળગામ ફળિયા ઢઢેલા ગામે રહેતા ૩૮ વર્ષના યુવક નામે સોમાભાઈ  હવજીભાઈ પારગી કોઈક અગમ્ય કારણોસર ઘરમાં પાટની ઉપરના ભાગે લાકડાની વળી સાથે દોરડું બાંધી ગળેફાસો ખાઇ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામેલ છે.મરણ જનારના પિતા હવજીભાઈ હીરાભાઈ પારગીએ ફતેપુરા પોલીસ મથકે જાણ કરતા ફતેપુરા પોલીસ અકસ્માત ગુનો સીઆરપીસી કલમ ૧૭૪ મુજબનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Share This Article