Tuesday, 03/12/2024
Dark Mode

દાહોદમાં સાગમટે કોરોના પોજીટીવના 5 કેસો નોંધાતા હાહાકાર : હાલ કોરોના એક્ટિવ કેસોનો આંકડો 10 પર પહોંચ્યો

દાહોદમાં સાગમટે કોરોના પોજીટીવના 5 કેસો નોંધાતા હાહાકાર : હાલ કોરોના એક્ટિવ કેસોનો આંકડો 10 પર પહોંચ્યો

 જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.૦૪

દાહોદમાં આજે એક સાથે પાંચ કોરોના પોઝીટીવ દર્દીઓનો સમાવેશ થતાં શહેર સહિત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આજના પાંચ પોઝીટીવ કેસોમાં એક મહિલા સહિત પાંચ જણા જાણવા મળ્યું છે.હવે દાહોદમાં કુલ ૪૨ કેસો પૈકી ૧૦ એક્ટીવ કેસ રહેવા પામ્યા છે. આજે ૮૭ સેમ્પલોના રિપોર્ટ આવ્યા હતા અને જેમાંથી આ પાંચ પોઝીટીવ આવ્યા છે.

સતત ત્રીજા દિવસે એટલે કે તારીખ ૨ જુનથી થી આજે ૪ જુનના સમયગાળા દરમ્યાન એક પછી એક કોરોના પોઝીટીવનો આંકડો વધતા આરોગ્ય તંત્ર સમેત જિલ્લા વહીવટી તંત્રમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. આજે એક સાથે કુલ ૫ કોરોના દર્દીઓ સામે આવતા ખાસ કરીને આરોગ્ય તંત્રમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા.આજે આવેલા પાંચ કોરોના દર્દીઓમાં (૧) યશ અમીત કડકીયા (ઉ.વ.૨૨) (૨) તરૂન્દ્રા એમ.સરૈયા (ઉ.વ.૫૨) (૩) રાજેશ એમ. બારીઆ (ઉ.વ.૩૦,રળીયાતીભુરા, તા.ઝાલોદ) (૪) ચૈતાલી મુનીયા (ઉ.વ.૨૫,દાહોદ) અને (૫) છત્રસિંહ આર.બારીઆ (ઉ.વ.૪૭,કુણધા, તા.લીમખેડા) નો સમાવેશ થયો છે. આ પાંચ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓના  પણ ટ્રેસીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. સાથે ઉપરોક્ત વ્યક્તિઓના  રહેણાંક વિસ્તારોમાં સેનેટાઈઝીંગ સહિતની આરોગ્યલક્ષી કામગીરી પણ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. દાહોદમાં કોરોના પોઝીટીવનો આંકડો હવે ૪૨ પર પહોંચ્યો છે ત્યારે ઘણા દર્દીઓએ કોરોનાને માત આપતા તેઓને હોસ્પટલમાંથી રજા પણ આપી દેવામાં આવી હતી અને હવે હાલ એક્ટીવ કેસની વાત કરીએ તો એક્ટીવ કેસની સંખ્યા ૧૦ ઉપર પહોંચી છે.

error: Content is protected !!