Friday, 18/10/2024
Dark Mode

દાહોદમાં કોરોના પોઝીટીવના વધુ 2 કેસ નોંધાતા ખળભળાટ:કોરોના પોઝીટીવનો આંકડો 4 પર પહોંચ્યો

દાહોદમાં કોરોના પોઝીટીવના વધુ 2 કેસ નોંધાતા ખળભળાટ:કોરોના પોઝીટીવનો આંકડો 4 પર પહોંચ્યો

 જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.૦૨

દાહોદમાં આજે ફરી બે કોરોના પોઝીટીવ કેસો સામે આવતા ફરીવાર આરોગ્ય તંત્ર સમેત દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દોડતું થયુ છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝીટીવના આંકડામાં કોઈ વધારો ન થતાં જિલ્લાવાસીઓએ રાહતનો દમ તો લીધો હતો પરંતુ આજના બે કેસોથી ફરીવાર જિલ્લાવાસીઓનીં ચિંતામાં વધારો કરી દીધો છે. આમ, હવે પોઝીટીવ કેસોની વાત કરીએ ૩૬ કેસો નોંધાવા પામ્યા છે અને જેમાંથી હાલ હવે ૪ કેસો એક્ટીવ છે.

છેલ્લા ઘણા દિવસોથી દાહોદ શહેર સહિત જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણનો એક પણ કેસ ન નોંધાતા દાહોદ જિલ્લાવાસીઓને એમ કે, હવે દાહોદ કોરોના મુક્ત ટુંક સમયમાં જાહેર થશે પરંતુ આજના વધુ બે કોરોના પોઝીટીવ કેસો સામે આવતા જિલ્લાવાસીઓનામાં ચિંતાનો માહૌલ પ્રસરી જવા પામ્યો છે. આજના બે કોરોના પોઝીટીવ કેસોમાં (૧) ભીખુભાઈ દિતીયાભાઈ ભુરીયા (૨) દેવાભાઈ લાલાબાઈ ભુરીયા (બંન્ને રહે.ઉ.વ.૪૫, રહે.ભીલોઈ,તા.ગરબાડા,જિ.દાહોદ) નાઓના કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યા હતા. આજે કુલ ૧૧૧ પેન્ડીંગ રિપોર્ટાેના પરિણામ આવ્યા હતા જેમાંથી આ બેના રિપોર્ટાે પોઝીટીવ આવ્યા છે. બાકીના નેગેટીવ આવ્યા છે. આ સાથે હવે દાહોદમાં કોરોના પોઝીટીવનો આંકડો ૩૬ પર પહોંચી જવા પામ્યો છે અને એક્ટીવ કેસની વાત કરીએ તો ૪ રહેવા પામ્યા છે. આરોગ્ય તંત્ર સમેત જિલ્લા વહીવટી તંત્રની ટીમો ભીલોઈ ગામે પહોંચી ગઈ હતી અને સેનેટરાઈઝીંગ સહિતની કામગીરીમાં પણ જોતરાઈ ગઈ હતી.

error: Content is protected !!