Sunday, 08/09/2024
Dark Mode

દાહોદના વરમખેડામાં ગેરકાયદેસર ધમધમતી દારૂની મિની ફેક્ટરી ઝડપાઈ:પોલિસે પોણા બે લાખ ઉપરાંતના મુદ્દામાલ ઝડપી ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો

દાહોદના વરમખેડામાં ગેરકાયદેસર ધમધમતી દારૂની મિની ફેક્ટરી ઝડપાઈ:પોલિસે પોણા બે લાખ ઉપરાંતના મુદ્દામાલ ઝડપી ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો

જીગ્નેશ બારીયા @ દાહોદ

દાહોદ તા.01

દાહોદ તાલુકાના વરમખેડામાં ધમધમતી મિની દારૂની ફેક્ટરી ઝડપાઇ જતા પંથક સહીત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.પોલીસના દરોડા દરમિયાન ખાલી બોટલો, સ્ટીકર, બોટલના ઢાંકણા મળી કુલ રૂપિયા 1, 82,340 રૂપિયાના મુદામાલ ઝડપી પાડી ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધાતા બુટલેગર તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વિદેશી દારૂનો ધંધો ખુબ ફૂલ્યો ફાલ્યો છે.ત્યારે રાજ્યના ડીજીપી શિવાનંદ ઝા સાહેબના આદેશો અનુસાર રાજ્યભરમાં ગેરકાયદેસર રીતે ચાલતી વિદેશી દારૂની બદીને કડક રીતે ડામવા સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરી રાજ્યભરમાં વિદેશી દારૂને ઝડપી પાડવા કવાયત હાથ ધરાઈ છે.જેના ભાગરૂપે રેંજ આઈજીપી એમ.એસ. ભરાડા સાહેબના નિર્દેશોનુસાર જિલ્લા પોલીસવડા હિતેશ જોયસરની સીધી નિગરાની હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ.બી.ડી.શાહ સાહેબની આગેવાનીમાં એલસીબી પીએસઆઈ પીએમ મકવાણા, દાહોદ ગ્રામ્ય પોલિસ તેમજ ગરબાડા પીએસઆઈ એએ રાઠવા સહીત એલસીબી તેમજ ગરબાડા પોલીસના કાફલાએ સંયુક્ત રીતે દાહોદ તાલુકાના વરમખેડા નદી ફળીયાના રહેવાસી બાપુ કશુ નામક વ્યક્તિના મકાનમાં ધમધમતી વિદેશી દારૂની મિની ફેક્ટરીમાં દરોડો પાડતા પોલિસ ચોકી ઉઠી હતી રહેણાંક મકાનમાં ચાલી રહેલી મિની ફેકટરીમાં પોલિસે તલાશી લેતા તેમાંથી 9 પીપડા 200 લીટર ઉપર ના કેમીકલ ભરેલા કારબા સ્થળ ઉપર થી 29,165 ખાલી બોટલો, 2652 બુચ,3594 તેમજ ઇમ્પોરિયલ બ્લુ રાજસ્થાન બ્રાન્ડના સ્ટીકર સહીત કુલ-1,82,340નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો જોકે પોલિસના દરોડા દરમિયાન મકાનમાં કોઈ હાજર ન હોવાથી પોલિસે મકાન માલિક સહીત ત્રણ લોકો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!