Thursday, 21/11/2024
Dark Mode

દાહોદમાં અત્યાર સુધી કુલ 3443 સેમ્પલો પૈકી 3422 લોકોના રિપોર્ટ નેગેટિવ: 21ના રિપોર્ટ હાલ પેન્ડિંગ

દાહોદમાં અત્યાર સુધી કુલ 3443 સેમ્પલો પૈકી 3422 લોકોના રિપોર્ટ નેગેટિવ: 21ના રિપોર્ટ હાલ પેન્ડિંગ

 જીગ્નેશ બારીયા @ દાહોદ 

ટૂંકમાં, આજના દિવસના ૭૨+૧૦+૯૭=૧૭૯ રિપોર્ટ નેગેટિવ આવ્યા જે આપણા માટે સારા સમાચાર છે.

દાહોદ તા.૩૦

દાહોદમાં અત્યાર સુધી 3443 લોકો ક્વોરેન્ટાઈન અને હોમ ક્વોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે.જેમાંથી ૩૪ લોકોના અત્યાર સુધી કોરોના રિપોર્ટ પોઝીટીવ આવી ચુક્યા છે.તે પૈકી 26 લોકો કોરોના ને મહાત આપી ઘરે જતા રહ્યા છે.ત્યારે હાલ કુલ  8 લોકો કોરોના સંક્રમિત લોકો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.અને બાકીના 21ના રિપોર્ટાેનો હાલ આરોગ્ય તંત્ર દ્વારા રાહ પણ જોવાઈ રહી છે. દાહોદ

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના મહામારીને લઈ તમામ તકેદારીના પગલાં પણ લેવામાં આવી રહ્યા છે.
દાહોદમાં અત્યાર સુધી ૩૪ લોકોના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવી ચુક્યા છે જેમાંથી ૨૬ લોકોએ કોરાનાને માત આપતા તેઓને સરકારની ગાઈડલાઈન પ્રમાણે રજા પણ આપી દેવામાં આવી છે. આ સાથે હવે હાલ એક્ટીવ કેસની સંખ્યા ૮ રહેવા પામી છે. 3443 પૈકી અત્યાર સુધી 3422 લોકોના રિપોર્ટાે નેગેટીવ આવી ચુક્યા છે. હાલ 21ના રિપોર્ટાે પેન્ડીંગમાં છે અને આરોગ્ય તંત્રની નજર આ પેન્ડીંગ રિપોર્ટાે પર છે. તા. ૨૮મી મે ના રોજ ૧૦૮ નવા સેમ્પલ લેવામાં આવ્યા છે. જેના રિપોર્ટ પણ પેન્ડીંગ છે.બીજી તરફ દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના વાઈરસનું સંક્રમણ ન ફેલાય તેની સંપુર્ણ તકેદારી રાખી જિલ્લામાં તમામ જગ્યાએ સઘન કામગીરી પણ કરવામાં આવી રહી છે.

error: Content is protected !!