દે.બારીયાના ખાનગી હોસ્પિટલના તબીબને મળી સફળતા: મહિલાની પેટમાંથી 2.5 kg ની ગાઠ ઑપરેશન વડે દુર કરી:મહિલાની હાલત સુધારા પર

Editor Dahod Live
1 Min Read

 મઝહર અલી મકરાણી @ દે.બારીયા 

દે.બારીયા તા.27

દાહોદ જિલ્લાના દેવગઢબારિયામાં એક મહિલાના પેટમાંથી ૨.૫ કીલોની ગાંઠ નીકળતા મહિલાની તબિયત સુધારા ઉપર.
દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાની રૂવાબારી મુવાડા ગામની મહિલા છેલ્લા એક વર્ષ થી પેટમાં દુખાવાને લઇ કણસતી હતી. જેના કારણે અનેક જગ્યાએ આ અંગે તબીબી પરીક્ષણ પણ કરાયું હતું ત્યારે તપાસ કરનાર તબીબો દ્વારા આ ગાંઠને લઈ જાણે અસમજ ઊભી થઇ હોય તેમ આ મહિલાના પેટમાં ગાંઠનું વજન વધતું ગયું હતું. અને આ ગાંઠને લઇ મહિલા કણસતી રહી હતી ત્યારે દેવગઢબારિયા નગરના મધ્યમાં આવેલી એક ખાનગી સંજીવની હોસ્પિટલમાં આ મહિલા સારવાર અર્થે જતાં ત્યાં હાજર તબીબે આ મહિલાનું તબીબી પરીક્ષણ કરતા તેના પેટમાં મોટી ગાંઠ હોવાનું જણાતાં તાત્કાલિક મહિલાના ઓપરેશન કરાતા મહિલાના શરીરમાંથી આ ૮*૯ સે.મી અને ૨.૫ કિલોની ગાંઠ કાઢવામાં આવી હતી. આ મહિલાનું સફળ ઓપરેશન થતાં મહિલાના પેટમાંથી કાઢવામાં આવેલ ગાંઠને પૃથક્કરણમાં વધુ તપાસ અર્થે પરીક્ષણ કરવા મોકલી આવી હતી. ત્યારે આ મહિલાના પરિવારજનોને સંજીવની હોસ્પિટલના તબીબનો આભાર વ્યક્ત કર્યો હતો. હાલ મહિલાની તબિયત પણ સુધારા પર હોવાનું જોવાઇ રહ્યું છે.

Share This Article