ફતેપુરાના આફવામાં જુગારધામની બાતમીના આધારે પોલીસનો છાપો:ભાગવા જતા એક યુવકનું કુવામાં પડી જવાથી મોત,બે પકડાયા:મૃતકના પરિજનોએ પોલિસ પર આક્ષેપો કરી હોબાળો મચાવતા ચકચાર

Editor Dahod Live
4 Min Read

નીલ ડોડીયાર @ દાહોદ 

ફતેપુરાના આફવા ગામે કૂવામાંથી યુવકની લાશ મળી.રાત્રિના સમયે પોલીસે પત્તા રમતા લોકોને ભગાવ્યા હતા. અને 2ની ધરપકડ કરી હતી,યુવક કૂવામાં પડયો હોવાની પોલીસને જાણ હોવા છતાં પરિવારજનોને જાણ કેમ ન કરી તેવું પરિવારજનોનું રટણ,લાશ કૂવામાંથી બહાર કાઢયા બાદ ખાનગી વાહનમાં લઈ જતા ટોળાનો પોલીસ પર પથ્થરમારો.જોકે ડીવાયએસપીએ પથ્થરમારાની વાતને નકારી,

 દાહોદ.તા.27

 ફતેપુરા તાલુકાના આફવા ગામે મંગળવારની રાત્રિના અગિયાર વાગ્યાના અરસામાં એક મકાનમાં પત્તા રમતા હોવાની પોલીસને માહિતી મળતા પોલીસે છાપો માર્યો હતો.જેમાં બે ઇસમોની ધરપકડ કરી હતી.જ્યારે એક યુવકનો પીછો કરતાં ભાગી છૂટ્યો હતો.અને કુવામાં ખાબક્યો હતો.જેની જાણ પોલીસ દ્વારા વહેલી સવારે કરાતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો અને લાશને કૂવામાંથી બહાર કાઢયા બાદ ખાનગી વાહનમાં લઈ જતાં પોલીસ પર પથ્થરમારો કરતાં નાસભાગ મચી ગઇ હતી. આ ઘટનાને લઇ ડીવાયએસપી સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે ખડકી દેવાયો હતો.

મળતી માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના આફવા ગામે મંગળવારની રાત્રિના અગિયાર વાગ્યાના અરસામાં એક મકાનમાં પત્તા રમતા હોવાની માહિતી મળતા પોલીસે છાપો માર્યો હતો જેમાં બે ઇસમોને પોલીસે ધરપકડ કરી હતી.જેમાં મારામારી થતા એક યુવક ભાગી છૂટતાં પોલીસે તેમનો પીછો કર્યો હતો જેમાં યુવક કુવામાં ખાબક્યો હતો જેમાં પોલીસ દ્વારા તેને બહાર કાઢવાની કોશિશ કે પરિવારજનોને જાણ કર્યા વગર પરત પોલીસ મથકે આવી ગઈ હતી. જ્યારે વહેલી સવારે પરિવારજનો યુવકને પોલીસ મથકે છોડાવવા જતા જાણ થઈ કે છોકરો કુવામાં પડી ગયો છે મૃત્યુ પામ્યો છે પોલીસ દ્વારા લાસ ને કૂવામાંથી બહાર કાઢયા બાદ ટોળા એ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો જેમાં કેટલાક વાહનના કાચ તૂટયા હતા ઉશ્કેરાયેલા ટોળાનો રોષ પારખી ગયેલા પોલીસને પણ પોતાનો જીવ બચાવવા  ત્યાંથી ભાગી જવાની ફરજ પડી હતી. લાશને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી દવાખાને લાવવામાં આવી હતી પોલીસ પર પથ્થરમારો થયો હોવાની ઘટનાને લઇ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અર્થે જિલ્લામાંથી મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

પોલિસ મારવા દોડી મારો છોકરો કુવામાં પડ્યો જો સમયસર પોલિસે જાણ કરી હોત તો અમારો છોકરો જીવિત હોત:-રામસીંગભાઈ વડવાઈ (મૃતક યુવકના પિતા)

મંગળવારે રાત્રે પોલીસે ત્રણ જણાને પકડયા.જેમાં મારો છોકરો પણ હતો તેવી માહિતી મળી હતી જેથી બુધવારે સવારે તેના જામીન માટે જતા હતા ત્યારે માજી સરપંચને જાણ કરી કે તમારો છોકરો કૂવામાં પડેલો છે અને મરણ થયો છે જેમાં માહિતી મળી કે પોલીસ મારવા દોડતા તે કુવામાં પડી ગયો હતો અને પોલીસ જોઈ અને આવતી રહી હતી પોલીસને ખબર હતી તો અમોને જાણ કેમ ના કરી જાણ કરી હોત તો અમો તાત્કાલિક તેને બહાર કાઢી તેનો જીવ બચાવી શક્યા હોત.

પરિવારનો આધાર એવા એકના એક છોકરાનું મોત થતાં પરિવારનો આક્રંદ

મરણ જનાર યુવક અજય રામસિંગ વળવાઇ ઉમર 21 હોવાનું જાણવા મળ્યું હતું અને કોલેજ કરતો હતો તેમજ સુખસર ખાતે સિલાઈ કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો તેમની માતા નું કેન્સર ની બીમારી ના લીધે મરણ થયું હતું જ્યારે તેને ચાર માસનો પુત્ર હોવાનું જાણવા મળ્યું હતું પરિવારનો એકનો એક દીકરો મોત થતા પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળ્યું હતું.

જુગાર રમતા હતા પોલીસનો છાપો પડતા ભાગવા જતા અકસ્માતે કુવામાં પડી જતા મોતને ભેટ્યો:પોલિસ પર કોઈ પથ્થરમારો  એડીનો ગુનો  નોંધાયો 

 આ બાબતે ડીવાયએસપી જાદવે જણાવ્યું કે જુગાર રમતા હતા જેથી પોલીસે છાપો માર્યો હતો જેમાં યુવક ભાગી જતા કુવામાં પડી ગયો હતો પરિવારજનોના સ્ટેટમેંટ લીધા છે પોસ્ટમોર્ટમ ની કાર્યવાહી ચાલુ છે પથ્થર મારા જેવી કોઇ ઘટના બની નથી.

Share This Article