સિંગવડ તાલુકા માં સરકારી બેન્કોના સરકારી કર્મચારીઓનો થર્મલ સ્કેનિંગ કરવામાં આવ્યું
સિંગવડ તાલુકાના કોરોનાવાયરસ જેવી મહામારી બિમારીના લીધે અને ચોથા લોકડાઉનમાં વધારાની છૂટછાટ આપવાના કારણે કોરોનાનો ડર વધવા માંડતા આરોગ્ય અધિકારી દ્વારા રોજ ગામડાના કરીયાણા દુકાન વાળા તથા શાકભાજી વાળાને લીમખેડા સરકારી દવાખાને તપાસ કરવામાં આવ્યા હતા.અને તેમના રિપોર્ટ નેગેટિવ છે. તથા બેંકોમાં પણ લોકોની અવર જવર વધારે હોવાથી બેંક ઓફ બરોડા ગ્રામીણ બેંકમાં ડોક્ટર નિલેશ સેલોત તથા હિતેશભાઈ દ્વારા બેન્કના કર્મચારીનો થર્મલ સ્કેનિંગ કરવામાં આવ્યું હતું.આ કોરોના મહામારીના લીધે આરોગ્ય કર્મચારીઓ દ્વારા દરેક નાગરિકનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યા છે. તથા કોરોના વિશેની જાણકારી પણ લેવામાં આવી રહી છે