Thursday, 21/11/2024
Dark Mode

લોકડાઉંનના કપરા કાળમાં આર્થિક રીતે પાયમાલ થયેલા ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને સહાય પહોંચાડવા સંજેલી કૉંગેસ સમિતિએ મામલતદારશ્રીને આવેદન પાઠવ્યું

લોકડાઉંનના કપરા કાળમાં આર્થિક રીતે પાયમાલ થયેલા ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને સહાય પહોંચાડવા સંજેલી કૉંગેસ સમિતિએ મામલતદારશ્રીને આવેદન પાઠવ્યું

    કપિલ સાધુ @ સંજેલી 

સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું .

સંજેલી તા.26

સંજેલી તાલુકામાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા  મામલતદાર કચેરીમાં આવેદન આપવામાં આવ્યુ હતુ.જેમાં  દેશભરમાં કોરોના મહામારીમાં લાબા સમય સુધી લોકડાઉન  જાહેર કરાતા ધંધા રોજગાર સંપૂર્ણ રીતે બંધ ગરીબ અને નાના તેમજ મધ્યમ વર્ગની આજીવિકા બંધ થઇ ગઈ હતી.લાંબા સમયથી લોકડાઉન ચાલુ રહેતા ગરીબ પરિવારો પાસે હાલમાં કોઈ પણ જાતની નાણાકીય બચત પણ પુરી થઇ ગઇ છે.તથા આર્થિક ભીડનો સામનો કરી રહ્યા છે.ત્યારે આવા સમયે સરકાર તરફ થી માર્ચ 2020 થી જૂન સુધીના તમામ લોકોના લાઈટ બીલો તથા ગરીબ પરિવારોના ઘર વેરા પાણી વેરા મિલ્કતવેરા તેમજ નાના વેપારીઓના દુકાન વેરાઓ માફ કરવામાં આવે.તથા ખાનગી શાળાઓની શિક્ષણ ફી માફ કરવામાં આવે.તેમજ લાંબા લોક ડાઉનના આવા સંજોગોમાં કૃષિ ધિરાણની મુદ્દલ તેમજ વ્યાજમા રાહત આપે તથા ઓટો રીન્યુઅલ અમલમા મૂકે અને વ્યાજ માફ કરે તેવી સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ તથા રહીમ ભાઈ કાસમવાળા, લઘુમતી મોરચાના સંજેલીના પ્રમુખ રફીક ભાઈ ડોકીલા શૈલેશ ભાઈ તાવીયાડ ઈરફાન ભાઈ તૂરાની આગેવાની હેઠળ સંજેલી મામલતદાર ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

error: Content is protected !!